________________
૧૨૬
સંકલ્પસિદ્ધિ આપીએ, પણ તક તે હરઘડી સામે જ ઉભેલી હોય છે. જે તમે જ્ઞાનને સંચય કરી અંતરને અજવાળે તે એ તક તમને અવશ્ય દેખાશે અને તેને ઉપયોગ કરીને તમે ઉન્નતિ સાધી શકશો.
અહીં એ પણ વિચાર કરો કે તમે મનુષ્ય થયા, સમર્થ મન મળ્યું, તીવ્ર બુદ્ધિ મળી, હાથ-પગ આદિ સુંદર અવયે મળ્યાં, એ શું આગળ વધવાની ઓછી તક છે?
જો તમે વિદ્યાભ્યાસ આદિ સાધનોથી તમારી માનસિક શક્તિને વિકાસ કરે તો ઘણું ઘણું કરી શકે. આ દુનિયામાં જે કંઈ શેઠે થઈ છે, સુંદર કામો થયાં છે, અદ્ભુત વસ્તુઓ નિર્માણ થઈ છે, તે માનસિક શક્તિના વિકાસને આભારી છે.
અને તીવ્ર બુદ્ધિ શું નથી કરી શકતી? સસલાએ પિતાની બુદ્ધિને ઉપયોગ કરી એક મદોન્મત્ત સિંહને હરાવી દીધે, તેને કૂવામાં નાખ્યો અને પોતે સલામત બની ગયે. તે જ રીતે જેઓ બુદ્ધિ દોડાવે છે, તે વ્યાપાર-ધંધાની જમાવટ કરે છે, લક્ષમી ઉપાર્જન કરે છે અને પ્રતિષ્ઠિત મનુષ્યની પંક્તિમાં બિરાજે છે. બુદ્ધિમાન મનુષ્યને આ જગતમાં કોઈને ભય નથી, કેઈથી ડરવાપણું નથી. તે નિર્ભય રીતે પિતાનું જીવન જીવી શકે છે તથા જે પ્રકારની ઉન્નતિ સાધવી હોય તે સાધી શકે છે.
અને હાથ-પગનું મૂલ્ય જરાયે ઓછું આંકશે નહિ. તે તકને પકડવામાં કામ લાગે છે અને ઉન્નતિરૂપી નીસરણી પર ચડવામાં અતિ ઉપયોગી થઈ પડે છે.