________________
વિચાર કરવાની ટેવ
૧૧૩ મુંબઈના શાહદાગર મેતીશાહ શેઠે પિતાના પુત્ર ખીમચંદભાઈને ધીકતો ધંધો તથા લાખ રૂપિયાને વાર આપ્યો હતો, પણ ખીમચંદભાઈ કઈ પણ બાબતમાં પૂરતો વિચાર કરવાને ટેવાયેલા ન હતા. તેમણે મોતીશાહ શેઠના મૃત્યુ બાદ ગમે તેમ ધંધો કરવા માંડ્યો અને ચીનની એક બનાવટી પેઢીને લાખો રૂપિયાનો માલ મોકલી આપે. તેમાંથી એક પણ પૈસે પાછો આવ્યે નહિ તથા સ્થાનિક વેપારમાં પણ ઘણું પૈસા ઘલાઈ ગયા. પરિણામે તેમના માથે દેવું થયું અને નાદારી લેવા વખત આવ્યે !
કેટલાક માણસો વિદ્યાભ્યાસ–શાસ્ત્રાભ્યાસ કરે છે, પણ વિચાર કરવાની ટેવ પાડતા નથી, તેથી શાસ્ત્રવાક્યોને સાચે મર્મ સમજતા નથી અને કેવળ વેદિયા બની જાય છે. આવા માણસે કઈ પણ કાર્યની સિદ્ધિ કરી શકતા નથી, એટલું જ નહિ પણ પોતાના અવ્યવહારુ કે મૂર્ખાઈભર્યા વર્તનથી હાસ્યાસ્પદ બને છે અને જગબત્રીશીએ ચડે છે. તે માટે ચાર મૂખ પંડિતની વાર્તા ધ્યાનમાં રાખવા જેવી છે.
ચાર મૂખ પંડિત ચાર બ્રાહ્મણમિત્ર હતા. તેઓ કાશી ગયા અને ત્યાં તેમણે બાર વર્ષ સુધી શાસ્ત્રાભ્યાસ કરી પંડિતની પદવી. મેળવી. પછી તેઓ પિતાનાં પુસ્તકાનાં લઈ સ્વદેશ ભણી રવાના થયા.
તેમાં ચાલ્યા કે બે માર્ગો આવ્યા, એટલે પ્રશ્ન