________________
શ્રીમાન દીપચંદ સવરાજ ગાડ બી. એસસી., એવું એ, બી, બાર-એટ-લે નો
ટૂંક જીવનપરિચય
જીવનના જંગમાં જવલંત ફત્તેહ મેળવનાર તથા શ્રી અને સંપત્તિનો વિદ્યાના ક્ષેત્રે છૂટા હાથે સુંદર વ્યય કરનાર શ્રીમાન દીપચંદ સવરાજ ગાડીનો પરિચય કરાવતાં અમને ઘણો જ આનંદ થાય છે.
સૌરાષ્ટ્રના પડધરી ગામમાં જૈન કુટુંબમાં શ્રી સવરાજ જીવરાજ ગાડીને ત્યાં તા. ૨૫–૪–૧૯૧૭ને રોજ તેમનો જન્મ થયે. તેમની માતાનું નામ કપૂરબહેન છે. તેમને એક નાનાભાઈ છે, તેમનું નામ ચીમનલાલ.
આ કુટુંબ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયની શ્રદ્ધા ધરાવતું હતું અને તેના દાન-દયાદિ ઉત્તમ સંસ્કારોથી વાસિત હતું, એટલે દીપચંદભાઈને નાનપણથી જ ધર્મના સારા સંસ્કાર મળ્યા હતા. પરંતુ જ્યારે તેઓ ચાર વર્ષના થયા, ત્યારે કાલના કરાલ હસ્તોએ પિતાની છત્રછાયા ઝુંટવી લીધી, તેથી તેમને ઘણું વિષમ સંગોનો સામનો કરવો પડ્યો.
તેમનું પ્રારંભિક શિક્ષણ પડધરીમાં જ થયું અને અંગ્રેજી છઠ્ઠા ઘેરણ સુધી અભ્યાસ પણ પડધરીમાં જ કર્યો. તે પછી તેઓ વાંકાનેર ગયા અને ત્યાંની હાઈસ્કૂલમાંથી મેટ્રીકની પરીક્ષા આપી તેમાં સારા માકે પસાર થયા.