________________
પુરુષાર્થની બલિહારી કરીએ તે જ ઉઠીને ઊભું થવાય છે અને એ રીતે પુરુષાર્થનું પહેલું પગથિયું મંડાય છે.
પુરુષાર્થનું બીજું પગથિયું કર્મ છે. કર્મ એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમ કરવા મચી પડવું કે કર્તવ્યને સ્વીકાર કરે.
ઉઠીને ઊભા ત થયા, પણ નિશ્ચયપૂર્વક કામે ન લાગ્યા કે ઉદ્યમ કરવા મચી ન પડ્યા કે વિહિત-કર્તવ્યનો સ્વીકાર ન કર્યો, તો સફળતા શી રીતે મળવાની? કેટલાક રખડૂ કે બેદરકાર વિદ્યાર્થીઓને માતાપિતા નિશાળે ધકેલે છે, એટલે તેઓ નિશાળે જાય છે ખરા, પણ ત્યાં વિદ્યાર્જનનો ઉદ્યમ કરતા નથી કે “મારે સારી રીતે ભણવું જોઈએ” એ વાતને સ્વીકાર કરીને ચાલતા નથી, તે શું પરિણામ આવે છે ? વર્ગની સહુથી છેલલી પાટલીએ તેમને માટે અનામત રહે છે અને ત્રણ-ત્રણ કે ચાર-ચાર વર્ષ સુધી તેઓ એ પાટલીઓ છેડતા નથી.
પુરુષાર્થનું ત્રીજું પગથિયું બલ છે. બલ એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણું તથા મનના બળને રેડવું, તેમાં પ્રાણ પૂર.
ઉઠીને ઊભા થયા, તેમજ કામે લાગ્યા, પણ હાથપગ જોઈએ તેવા હલાવીએ નહિ કે તે માટે કેઈને બે વચને કહેવાં જેવાં હોય તે કહીએ નહિ કે તેની પ્રગતિ માટે કશે વિચાર કરીએ નહિ, તે એ કામમાં લાભ શી રીતે થાય ?
સજ્જન મનુષ્યનું તો એજ લક્ષણ છે કે એક વખત