________________
४८
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ એ પણ નોંધવા જેવું છે કે બીકાનેરના ઘણા વખતથી બંધ રહેલા પુસ્તક ભંડારો જેવા તપાસવાની મહામહેનતે પ્રાપ્ત થએલી તક લેખકને ન મળી હતી, તો આ ગ્રન્થની અનેક હકીકતો પ્રકાશમાં આવી શકી ન હત. જૈન પુસ્તક ભંડારે સ્થળે સ્થળે વિદ્યમાન છે, પણ તે એવી સ્થિતિમાં છે કે તેનો લાભ વિદ્વાને પુરાતત્વના શોધકોને પણ મળી શકતા નથી એ અતિશેકનો-દુર્ભાગ્યને વિષય છે. આ વખતે અમદાવાદમાં એક પુસ્તકાલયનો પાયો નાંખતાં પુસ્તકાલયનાં મકાન, વ્યવસ્થા અને જૈનસ ઘના ગ્રંથ ભંડારની દશા સંબંધી મહાત્માજીએ કેટલીક ઘણું મહત્વની સૂચનાઓ કરી છે. છેલ્લે છેલ્લે છેડે દર્દભર્યો વિનદ પણ કર્યો છે. તે અહીં અવતારવાનું રોકી શકાતું નથી. તેઓ કહે છે “ગુજરાતમાં જૈન ધર્મના પુસ્તકોના ઘણા ભંડાર છે પણ તે વાણીઆને ઘેર છે. તેઓ એ પુસ્તકોને સુંદર રેશમી વસ્ત્રોમાં વીંટાળીને રાખે છે. પુસ્તકની એ દશા જોઈ મારું હૃદય રડે છે, પણ જે રડવા બેસું તે હું ૬૩ વર્ષ જીવું પણ શી રીતે? પણ મને તો એમ થાય છે કે જે ચારીને ગુન્હો ન ગણાતું હોય તો એ પુસ્તકે હું ચોરી લઉં અને પછી એમને કહ્યું કે તમારે માટે એ લાયક નહતા માટે મેં ચોરી લીધાં. વણિકે એ ગ્રંથને નહીં ભાવે, વણિકે તે પૈસા ભેગા કરી જાણે અને તેથી જ આજે જૈનધર્મ જૈનસાહિત્ય જીવવા છતાં સુકાઈ ગયાં છે. ધર્મ પસાના ઢાલામાં કેમ પડે? પૈસે ધર્મના ઢાલામાં પડે જોઈએ!
આ પરથી શ્રીયુત “સુશીલ” નામના સુપ્રસિદધ પત્રકાર જણાવે છે કે "મહાત્મા ગાંધીજી જેવા સાત્વિક વૃત્તિવાળા