________________
પ્રકરણ ૧૧ મું
મહાન શાસન સેવા
* સ કે મ્રાટ અકબર ન્યાયપરાયણતાએ રાજ્યશાસન
જ કરીને સં. ૧૬૬૨ ના કાર્તિક સુદિ ૧૪ મંગલ વારની રાત્રે કાળધર્મ પામ્યા. સમ્રાટના સર્વ ધર્મો પર સમભાવ અને પ્રજાવાત્સલ્યના ગુણ પર પ્રજા ખૂબ ખૂબ પ્રસન્ન હતી. મુસલમાન શાસકમાં એક આજ એવા સમ્રાટ થયા કે જેના રાજ્યકાળ દરમ્યાન હિંદુ મુસલમાન બંનેએ શાંતિપૂર્વક
જીવનનિર્વાહ કર્યો. સમ્રાટના મૃત્યુથી હિંદુ તેમજ મુસલમાન બન્નેના હૃદય શેકાતુર બની ગયા, સર્વત્ર હાહાકાર મચી ગ, એનું થોડુંક વર્ણન “બનારસી-વિલાસ”માં મળી આવે છે. સમ્રાટના દેહાવસાન પછી એમના પુત્ર શાહજાદા સલીમ “નુરુદ્દીન જહાંગીર” નું બિરુદ ધારણ કરી આગરામાં સિંહાસનારૂઢ થયા, જ્યારથી લહેરમાં (સૂરિજીની) પધરામણી થએલ ત્યારથી જ શાહજાદા એમને સન્માનની દૃષ્ટિથી જતા, અને એમના ભકત બની ગયા હતા.