________________
૧૩૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર
વિમલાચળની યાત્રા કરી હતી. ×
સૂરીશ્વરે સ. ૧૬૫૭ ના ચાતુર્માસ પાટણમાં કર્યાં. ત્યાં અનેક ધર્મ કાર્ય થયાં, ચાતુર્માસ બાદ સૂરિજી સીરહી પધાર્યાં. ત્યાંના નરેશ મહારાવ-સુરતાન સૂરિજીના પરમ ભકત હતા. એમણે તથા સઘે સૂરિજીની ખૂબ સેવા-ભકિત કરી. મહાસુદ ૧૦ ના રાજ સીરાહીમાં પ્રતિષ્ઠિત થએલ અષ્ટદલ કમલાકાર શ્રીપાર્શ્વનાથ પ્રભુની ધાતુમૂર્તિ કે જે બીકાનેરના શ્રીચન્દ્રપ્રભ સ્વામીના મંદિરમાં વિદ્યામાન છે, એને લેખ
આ પ્રમાણે છેઃ—
स. १६५७ बर्षे माघ सुदि दसमी दिने श्रीसीरोही नगरे राजाधिराज श्रीसुरतान विजयराज्ये उपकेशवंशे बोहित्राय गोत्रे विक्रमपुरवास्तव्य मं. दस्सू पौत्र म. खेतसी पुत्र मं. रूदाकेन सपरिकरेण कमलाकारदेवगृहमंडितं पाश्र्वनाथ बिकारितं प्रतिष्ठितं च श्रीवृहत् खरतरगच्छाधिप श्रीजिनमाणिकय सूरि पट्टालंकार (दिल्लीपति प्रदत्त युगप्रधान
X सोल छप्पन माधव सुदि बीजइ, संघ सहित परिवार | युगप्रधान जिनचन्द्र जुहारिया, 'श्रीसुंदर' सुखकार ॥९॥
આ ઉપર્યુકત પ્રમાણમાં આવેલ ‘માધવ' શબ્દને અ વૈશાખ છે, એથી સ્પષ્ટ જણાય છે કે સૂરિજી મહારાજે સ. ૧૬૫૬નું ચોમાસું અમદાવાદ કરીને નહીં, પણ સં. ૧૬૫૫નું ચેમાસુ ખંભાત કર્યાં પછી ખંભાત યા અન્ય કાઇ પણ સ્થળના સ`ધ સાથે ગિરિરાજની યાત્રા કર્યાં પછી ૧૬ ૫૬નું ચોમાસુ અમદાવાદ કર્યું, જે ૧૬૫૬ના ચોમાસા બાદ માધવ (વૈશાખ) માસમાં યાત્રા કરી હોય તો યાત્રાના સ ૧૬૫૬ નહિ પણ ૧૬૫૭ હોવા જોઇએ, કારણ કે આ બધી પટ્ટાવલી આદિમાં લખેલા સવતા કાર્તિકથી શરૂ થતા નથી. પણ ચૈત્રથી શરુ થતા લખેલ છે. (યુ. સ. સંપાદક)