________________
અકબર પ્રતિબંધ પરસ્ત્રીગમન ૭. આ બધાનો ત્યાગ કરનારને સદા જય થાય છે, અને એની કીર્તિ ચોતરફ પ્રસરી જાય છે. અહિંસારૂપી સગુણની ધારણા વડે લક્ષ્મીની સતત વૃદ્ધિ થાય છે, અને લાખો પ્રાણીઓનાં આશીર્વાદ મળે છે. પ્રાચીન ઇતિહાસથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે જૈન અને બૌધ્ધને અહિંસા પ્રચાર અતિ પ્રબળ હતો, ત્યારે રાજ્યમાં કલહ, વિગ્રહ ને અશાંતિ લાંબા સમય માટે અલેપ થઈ ગયાં હતાં.
' સૂરિજીની આ અમૃતમય વાણું સાંભળી સમ્રાટના ચિત્ત પર ભારે પ્રભાવ પડે, અને એના દિલમાં કરુણાનાં બીજ પ્રકટયાં. એમનાં પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિ પ્રાદુર્ભવ્યા. તેમણે વસ્ત્રો તેમજ સુવર્ણમુદ્રાઓ લાવી સૂરિજી સન્મુખ ભક્તિપૂર્વક ધર્યા, અને કહ્યું, “હે ગુરુવર્ય ! આમાંથી આપની જરૂરિયાત પૂરતું કંઈ પણ સ્વીકારી મને આભારી કરે.” ઉત્તરમાં સૂરિજીએ કહ્યું, “નરાધીશ! જ્યાં સાધુઓથી કેડી માત્રને પણ પરિગ્રહ ધારણ કરાય જ નહીં, ત્યાં આ બધાને અમે શું કરીએ? સૂરિજીની આ નિર્લોભતા જોઈ સમ્રાટ મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થ, અને પિતાના હદય મંદિરમાં સૂરિજીને આરાધ્ય ગુરુના સ્થાને સ્થાપિત કર્યા. ત્યારબાદ સમ્રાટ સૂરિજીની સાથે મહેલથી બહાર આવ્યા, અને સમસ્ત સભાજન, દિવાન અને કાજીઓને સંબોધી કહેવા લાગ્યા કે “આ જૈનાચાર્ય ધર્યવાન, ધર્મધુરંધર અને વિશિષ્ટ ગુણોના સમુદ્ર છે. આજે અમારાં અહોભાગ્ય છે, અમારી ત્રાધિ, ધન, અને રાજ્યસંપદા આજે સફલ થઈ છે, કે એમનાં દર્શન થયાં.”
સમ્રાટે સૂરિજીને નિવેદન કર્યું કે “પૂજ્યવર્ય! આપે