________________
અકબર પ્રતિમધ
૭૯
મતલખ કે કેઈપણ જીવને દુઃખ પહોંચાડવામાં પાપજ છે. જે દેશ કે ગ્રામના શાસક પેાતાની પ્રજાને સુખી નથી રાખતા, એના પ્રત્યે પ્રેમ નથી રાખતા, અને રાજ્યમાં અનેક પ્રકારના કર લગાવે છે, એ રાજ્યમાં શાંતિ અને સુખ-સામ્રાજયની આશાજ ન રાખી શકાય, એ દીવા જેવું સ્પષ્ટ છે.
આથી પોતાના આધિપત્ય નીચેના પ્રાણીએ જે રીતે શાંતિપૂર્વક જીવનનિર્વાહ કરી શકે એ વાતનું નિર'તર ધ્યાન રાખવું જોઈએ. જગત આખાનું કલ્યાણ હા, સૌ સુખી થાઓ, કોઈ દુ:ખી ન રહે, આ પ્રકારની હિતેચ્છુ વૃત્તિને અહિંસા કહેવાય છે. જ્યાં અહિંસા છે, અર્થાત્ કાઈ પ્રાણીને દુ:ખ ન પહેાંચાડવું એ જ્યાંનું પ્રધાન લક્ષ્ય છે, ત્યાં અન્ય કેટલાંય ગુણા સ્વતઃ આવી નિવાસ કરે છે. દયાળુ આત્માની સમીપ છળ, પ્રપંચ, ચિંતા આદિ વાસનાઓ અને અસતૢ વ્યવહાર કદી ફરકી શકતા નથી. એ તે સારા સંસારને અપનાવી લે છે, એ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં અન્ય જીવાને અભયકારક મની પાતે દરેક પ્રાણીને પૂજય રૂપે દેખાય છે. અહિંસા તત્ત્વમાં રમણ કરવાવાળા ચેોગિયાની પાસે સિંહ અને બકરી વેર ભાવ હજી દેઈ એક સાથે બેસે છે. એવાએના દર્શન માત્રથી પ્રાણીઓ પર અદ્ભુત પ્રભાવ પડે છે, ને નહીં કહેવા છતાંય હુજારા નર નારીએ એમની સેવામાં હાજર રહે છે. પેાતાના હૃદયની પવિત્રતા અન્યના પાપ ભાવાને ભૂલાવી હિત ચિંતન તરફ ઝુકાવે છે. જે ખીજાઓને અભયકારક હાય છે, તે સ્વય હું મેશને માટે અભય બની જાય છે. સંસારમાં જ્યાં જ્યાં મીજાઆને કષ્ટ પહોંચાડવાની નીતિ છે, ત્યાં બધે અશાન્તિ અને લહુ સદાને માટે નિવાસ કરે છે, એટલા માટે પ્રજા પર