________________
યુગપ્રધાન શ્રીનચંદ્રસૂરિ પણ સમ્રાટને મળેલા, એ પછી તે જૈનેને સમાગમ એને કાયમી રહેલે-ને આમ, જૈન દર્શન પરત્વેને એને અનુરાગ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતે રહેલે.
એક દિવસ લહેરની રાજસભામાં બેઠા બેઠા સમ્રાટ અકબરે ઉપસ્થિત વિદ્વાને દ્વારા આપણા ચરિત્રનાયક શ્રીજિનચન્દ્રસૂરિજીની ભારે પ્રશંસા સાંભળી. એ વિદ્વજનો એમની અત્યધિક લાઘા કરતા હતા, તેથી સમ્રાટને એમના દર્શનની અને જૈનધર્મના વિશેષ બધપ્રાપ્તિની ઉત્કટ ઈચ્છા થઈ. એણે પૂછયું, “અહીં એમનું કઈ ભક્ત શિષ્ય છે? કે જેના દ્વારા એમને પત્તો લગાવાય” એના ઉત્તરમાં પંડિતાએ “મંત્રીશ્વર કર્મચન્દ્ર”નું નામ આપ્યું. ત્યારે સમ્રાટે મંત્રીશ્વરને બોલાવી માનભરી રીતે પૂછયું કે “હે મંત્રીશ્વર! તમારા ગુરુ શ્રીજિનચંદ્રસૂરિજી હાલમાં કયાં બિરાજે છે? કઈ એ ઉપાય જે કે જેથી તેઓ શ્રી જેમ બને તેમ જલ્દી અહીં પધારે” ત્યારે મંત્રીશ્વરે વિનયપૂર્વક જણાવ્યું કે “તેઓ તે અત્યારે ખંભાતમાં બિરાજે છે, પરંતુ ગ્રીષ્મ ઋતુમાં દૂર દેશથી અત્રે આવવું ખૂબ કઠણ છે, કેમ કે તેઓ કોઈ સવારી તે કરતા નથી, અને આવા આકરા તાપમાં વૃદ્ધાવસ્થામાં આવવું પણ વધારે કષ્ટદાયી નીવડે.” ત્યારે સમ્રાટે કહ્યું, કે “જે તેઓ ખુદ જલ્દી ન આવી શકે તે એમના શિષ્યને બોલાવવા માટે તે બે શાહી પુરુષને અવશ્ય મેકલી આપે.” ત્યારે મંત્રીવરે વાચક માનસિંહજી (મહિમરાજજી) ને બોલાવવા શાહી દૂતને વિનંતિ પત્ર સહિત સૂરિજી પાસે મોકલી આપે.
*તપગચછના પ્રભાવક આચાર્ય શ્રીમાન હીરવિજયસૂરિજીના સમાગમથી અકબર પર સારો પ્રભાવ પડયો હ; જેના પરિણામે એણે જિયકર વિગેરે છોડી દીધેલ, કેટલાય દિવસો સુધી “અમારિ” ઉ વૈષણના ફરમાન પત્ર દ્વારા અનેક બને અભયદાન પ્રાપ્ત થએલ.