________________
૯
ગીગાની ગુરૂભક્તિ, વિનયભાવ, સેવા અને સહનશીલતા આદિ તેના ગુણો જોઈ ને મહારાજશ્રીએ સં. ૧૯૫૭ માં ગુલાબચંદજીના નામથી દીક્ષા આપી અને પોતાનો શિષ્ય બનાવ્યો.
ખીજા અન્ને ભાઇયો પણ સાથે આવી ગયા તેઓ પણ જૈન ધર્મનો અભ્યાસ કરવા લાગ્યા. થોડા સમય પછી મોટા ભાઇ વીરચંદે પણ સ્થાનકવાસી દીક્ષા લીધી અને કાલાંતરે નાના ગિરધારીએ પણ તેમની પાસે દીક્ષા લીધી. ત્રણે નિરાધાર બાળકોને ધર્મનો આધાર મળી ગયો. ગુરૂદેવનો સંદેશ
શ્રીરૂપચંદજી મહારાજ મૂળ પીપાડ સીટી પાસે રીયાં ગામના રહેવાસી મુણોત ગોત્રના ઓસવાળ હતાં. તેમણે સં. ૧૯૩૬ ના નાગોરમાં શ્રીસૂર્યમલજી મહારાજ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. તેઓ વ્યાકરણ, કાવ્ય, સાહિત્યના સારા અભ્યાસી અને વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા હતા. સં. ૧૯૫૭ માં ગુલાબચંદજી દીક્ષા લઇને મહારાજશ્રીની સેવામાં રહ્યા અને સૂત્રાદિનો અભ્યાસ કરવા લાગ્યા. શ્રીરૂપચંદજી મહારાજની શ્રદ્ધા સિદ્ધાંતોની ટીકા વાંચતાં મૂર્તીપૂજા માનવાની થઈ અને તેમની શ્રદ્ધા સ્થાનકવાસી સંપ્રદાયથી ડગી ગઇ એટલે સિદ્ધાચળ તીર્થની યાત્રા કરવાની ભાવના જાગી, ત્યાર પછી પણ તેમણે ચાર વર્ષે મારવાડમાં ગાળ્યા
ગુલાબચંદજી દિન પ્રતિ દિન ગુરૂવર્યની સેવામાં રહેતા. સં. ૧૯૬૧ માં વિહાર કરતાં કરતાં તીર્થાધિરાજ શત્રુંજયમાં આવ્યા. ગિરિરાજની ઉલ્લાસથી પાંચ યાત્રા કરી. તીર્થપતિ આદીશ્વર દાદાની મનોરમ મૂર્તી–મંદિરોનું નગર, કલાત્મક મંદિરો અને મૂર્તીયો જોઇજોઇને આપણા કથાનાયક શ્રીગુલાબચંદજી મુનિને તો ભારે આનંદ થયો તેમને તો શત્રુંજય તીર્થધામ ખૂબખૂબ પ્યારૂં લાગ્યું અને વારંવાર તીર્થયાત્રા કરીને પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
ગુરૂવર્ય શ્રીરૂપચંદજી મહારાજ તથા મુનિ ગુલાબચંદજી તીર્થયાત્રા કરીને વિહાર કરતાં કરતાં બરવાળા આવ્યા. અહીં ખરતર ગચ્છ વિભૂષણ ક્રિચોદ્ધારક શ્રીમન મોહનલાલજી મહારાજના પ્રથમ શિષ્ય શ્રીઆનંદ મુનિજી પ્રસિદ્ધ નામ શ્રીઆલમચંદજીના શિષ્ય શ્રીપ્રસન્ન મુનિજીનો મિલાપ થયો તેમની સાથે વાર્તાલાપ કરી પોતાની શંકાઓનું સમાધાન કર્યું અને