________________
૨૬
યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુર્સિ પાલન કરવા દીક્ષા અંગીકાર કરવાનો દઢ નિશ્ચય કરી લીધો - હવે સુલતાનકુમાર પિતાના માતાજી પાસે આવી દીક્ષા લેવા માટેની આજ્ઞા માંગવા લાગ્યા. એમણે કહ્યું, “માતાજી! આ સંસાર અસર છે. પુદ્ગલ માત્રનું સુખ ક્ષણભંગુર છે, એટલે આત્માના સાચા સુખની પ્રાપ્તિ માટે હું શ્રીજિનમાણિકય સૂરિજી મહારાજ પાસે દીક્ષા લઈ સાધુ બનીશ. એટલે આપ કૃપા કરીને મને રજા આપો.” માતાએ કહ્યું, “બેગ! તું તે હજુ બાળક છે, હજુ તે યૌવનાવસ્થામાં પ્રવેશ કરવાનું બાકી છે, ચારિત્રનું પાલન કરવુ અત્યંત કઠિન છે, માટે થા, પછી ચારિત્ર લેજે,” વગેરે વાતે દ્વારા સાધુમાર્ગની મુશ્કેલીઓ બતાવી અને દીક્ષા લેવાની ના પાડી; પરંતુ જેના હૃદયમાં સાચા વૈરાગ્યે વસવાટ કર્યો છે એવા સુલતાનકુમાર ક્યાં માનવાના હતા? એમણે યુકિતપૂર્વક માતાજીના કથનનો ઉત્તર દઈ, છેવટે અનુમતિ મેળવી લીધી.
સુલતાનકુમારે સં. ૧૬૦૪ માં શ્રીજિનમણિકયરિજી પાસે દીક્ષા લીધી; એમનું દીક્ષા–નામ ગુરુમહારાજે સુમતિધીર રાખ્યું. આ સમયે એમનું વય કેવળ ૯ વર્ષનું જ હતું, પરંતુ વિલક્ષણ બુદ્ધિ અને ગુરુભકિતના પ્રભાવે અ૯૫ કાળમાંજ ૧૧ અંગાદિને અભ્યાસ કરી સકલ શાસ્રોમાં પારંગત થયા. શાસ્ત્રવાદ, વ્યાખ્યાન કલાદિમાં નિપુણ બની ગુરુમહારાજ શ્રીજિનમાણિકયરિજી સાથે દેશ વિદેશમાં વિચારવા લાગ્યા.
દેરાઉથી જેસલમેર આવતાં સં. ૧૬૧૨ ના અષાઢ શુદિ પંચમીના રોજ શ્રીજિનમાણિજ્યસૂરિજીને દેહાન્ત થતાં, અન્ય સાધુઓની સાથે વિહાર કરીને શ્રીસુમતિધીરજી જેસલમેર પધાર્યા. અંત સમયે શ્રીજિનમાણિજ્યસૂરિજી સાથે ૨૪ શિષ્ય હતા, પરંતુ સંગવશ તેઓ કેઈને પોતાની પટ્ટ પર સ્થાપિત ન કરી શક્યા. જેસલમેર આવ્યા પછી આ બાબતમાં પરસ્પર મતભેદ પડે. અંતે સમસ્ત સંઘ અને ત્યાંના નરેશ રાઉલ શ્રીમાલદેવજી (રાજકાળ