________________
પદ્માવતીના આવાસમાં
૩૯
બન્યા છે. તેમની કાર્યદક્ષતા પંડિત ચાણક્યને પણ ભૂલાવે તેવી છે. જયેષ્ઠ પુત્ર રથુલીભદ્રને સર્વગુણ સંપન્ન બનાવવા માટે કેશ્યા નામની ગણિકાને ત્યાં રાખનાર શકટાળે પિતાના બીજા પુત્ર શ્રીયકજીને મહારાજાના અંગરક્ષક દળના અગ્રેસર નિમાવ્યા છે તે ભૂલતા નહિ, તમારા જેવી મહાન વ્યક્તિને પણ તેમણે હંફાવ્યા છે, તે ભૂલશે નહિ. પદ્માવતીને સાથ તમને ઉપભેગમાં આવશે, એટલું ધ્યાનમાં રાખજે.” વિજય આગળ બોલવા જતું હતું, પણ પદ્માવતી વચ્ચે જ બોલીઃ
વિજયદેવ! તમે કહે છે કે, મહાઅમાત્ય અકાળ મહાન વ્યક્તિ છે. મહારાજાના જમણું હાથ છે. રાજ્યના સ્થંભ છે. મુત્સદીમાં અજોડ છે. તો પછી મને આશ્ચર્ય થાય છે કે, આપણુ ગુપ્ત મંડળની ગંધ સરખી પણ કેમ તેમને પહોંચી નહિ હોય! તમે કહો છો કે “આપણું પર દેખરેખ રાખનાર મહાઅમાત્યના જ માણસે છે. આના માટે તમારા પાસે કોઈ પુરાવે છે ? આપણે ત્રણ સિવાયના જ સભ્યોમાંથી કઈ બેવફા નીવડ્યું છે, એની તમને ખાત્રી છે? વિજયદેવ ! પરાપૂર્વથી ચાલી આવતી એક ઉક્તિ છે કે, “નાનાની નાની ભૂલ, મોટાઓની મોટી ભૂલ.” આ કહેવત તમને લાગુ ન પડે તો સારૂં”
પદ્માવતીનું કહેવું વિચારવા લાગ્યું હતું. બાકીના નવ સભ્યોમાંથી જ કોઈ ફૂટયું હોય, એમ શા પરથી કહી શકાય?
| વિજય અને વરરૂચિ વિચારમાં પડ્યા. એક બીજા પ્રત્યે સંદેહ ઉપજ્ય હેય, તો નવાઈ ન કહેવાય. પદ્માવતી પ્રત્યે સંદેહ લાવવાને તે કઈ કારણું જ નહોતું. દુનિયાથી અલિપ્ત રહેવા ઇચ્છતી સાધ્વીને રાજખટપટ શી?
વિજયને લાગ્યું કે હમણાં અહીંથી વિદાય થવું ગ્ય