________________
મહામત્રી શાળ
મરજી સાચવવાની હોય છે, જ્યારે અમાત્યને તે। પ્રજા અને રાજાઃ તેની મરજી સાચવવાની હાય છે. રાજા કરતાં અમાત્ય ઉપરની જવાબદારી ગભીર હાય છે. રાજાએ બનતાં સુધી કાઈ પણ જાતની ભૂલ કરતા નથી. પરંતુ જ્યારે તેમની ભૂલ થવા પામે છે, ત્યારે તે ભયંકર–ન સુધરી શકે તેવી હાય છે. તે ભૂલ સુધારવાની ફરજ અમાત્ય ઉપર આવી પડે છે, જે ભૂલ રાજકુટુંબના–રાજાના નાના બાળકે કરી હતી તે સુધારવાને મહામત્રીએ અથાગ પ્રયત્ન કર્યો હોવા છતાં સફળતા ન મળી. આખરે મનના સ ંતેાષની ખાતર વરચિત ચાણકયની સત્તા સોંપવાની જરૂર જણાઇ.
ભૂતકાળના અનેક બનાવાને વિચાર કરતાં મહામંત્રીને લાગતું હતું કે વરચિત, ચાણુકયના સ્થાને મૂકવાથી ખેતાન, પેાતાના કુટુંબના નાશ થવાના સંભવ છે.
'
અનેક વિચાર કરી મહામત્રીએ રાજાને કહ્યું : “ મહારાજ ! વરચિ માટે જે જવાબદારી આપ મારા પર નાખે છે તે હું સ્વીકારી લઉં છું. જો તેના તરફથી કાઈ પણુ સંકટ આવશે, તા પહેલાં હું આપને, રાજકુટુંબને અને પ્રજાને બચાવી લઇશ, તે પ્રયત્નમાં મારા અથવા મારા કુટુંબના વિનાશ પણ હું સહી લઈશ. મને મારા અને મારા કુટુંબ કરતાં રાજા અને પ્રજા ઉપર વધારે પ્રેમ છે.”
“ મંત્રીજી ! હું જાણું છું કે મહાઅમાત્ય કલ્પકના વંશજોનું માનસ કેવા પ્રકારનું હેાય છે. મને તમારામાં શ્રદ્ધા છે. તમારી સાતમી પેઢીના પૂર્વ જ કલ્પકે સમ્રાટ નવિનના મહાઅમાત્મ પદને શાલાવ્યું હતું, તેવી જ રીતે તમે ધનનંદના ૧ મહાઅમાત્મ પદને દીપાવી રહ્યા છે તે મારા ૧ મહામત્રી ઉપરાંત મહાઅમાત્યની પદવી પણ સંભાળી રહ્યા હતા.