________________
૨૩૦
મહામત્રી શયાળ
કરતાં પણુ આપ આટલા બધા દુઃખી બની જાવ છે ?’’
“ કાંઇ નહિં, બહેન ! આવતી કાલના અંધકારમાંથી હું પાર ઉતરી જાઉં, તે માટે હું તને આજે જ, અત્યારે જ મુક્ત કરૂં છું બહેન ! તું તારૂં કર્તવ્ય બજાવજે. તારા કતવ્યમાંથી તને ચલિત કરવાની મારી બિલકુલ ઈચ્છા નથી.” કહી શ્રીયકજીએ પદ્માના હાથ પકડી સાથે લીધી.
પદ્માએ પાતાનાં સર્વ સાધતા લઇ તેમની સાથે ભાંગર માંથી બહાર જવા માંડયું.