________________
કેદી અવસ્થામાં
૨૧૯ આખું મંડળ અત્યારે તેને જ અનુસરતું હશે. તેને પડતે બેલ બધા ઝીલી રહ્યા હશે.
–જ્યારે મારી આ દશા ! હવા પણ પુરી ન મળે. અજવાળાનો પણ અભાવ. ખાવાનું પણ રસહિન. પાણી પણ મીઠાશ વિનાનું. નિદ્રા પણ અશાન્ત. સૂવાને જમીન, પાથરવાને ધૂળ, ઓશિકામાં હાથ અને સહવાસમાં વિચાર!
કઈ પણ ભોગે અહીંથી નાસી છૂટવું તો જોઈએ જ. પઘાને બચાવવી જોઈએ, મંડળને હસ્તગત કરવું જોઈએ. પ્રતાપને નાશ થશે, કિસન મંડળ છોડી ચાલ્યો ગયો અને હું અહીંયાં, એકાન્તમાં, જેલમાં પૂરાય.
મંડળના સભ્યો મુંઝાતા હશે, વરરૂચિ ગર્વિષ્ટ બન્ય હશે અને મંડળનું કાર્ય અવ્યવસ્થિત બની ગયું હશે. મારે અહીંથી નાસી જવું જ જોઈએ, કઈ પણ ભોગે નાસી æવું જ જોઈએ.