________________
૧૦૦
મહામંત્રી શકટાળ “પ્રભુ ! આ ગુહાને આપ નજી ગુન્હા માને છે?” બીજી વ્યક્તિએ પ્રતાપના ગુન્હાને ખુલાસો કરી, પ્રશ્ન કર્યો.
પહેલી વ્યક્તિ-જે પુરૂષ હતી તે-વિચારમાં પડી ગઈ. તેની બાજુમાં બેઠેલી સ્ત્રી વ્યક્તિ, પુરૂષના મનભાવ જાણવા માટે તેના ચહેરા તરફ એકી નજરે જોઈ રહી.
સ્ત્રી વ્યક્તિએ જણાવેલી હકીકત સર્વીશે ખરી હતી. તેણે પિતાની દાસીને કાવત્રાર મંડળની હીલચાલ તપાસવા મેલી હતી. અવારનવાર તે દાસી તરફથી ઘણું સમાચાર જાણવા મળતા હતા. આજે બપોરના સમયે આ બીના તે વ્યકિતને પિતાની દાસી પાસેથી જાણવા મળી હતી.
ભદ્રા નામની સ્ત્રી રાણીવાસમાં દાસી તરીકે કામ કરતી હતી. તેને થોડાક વખત પહેલાં એક સ્ત્રીએ ચેતાવી હતી અને અને જે જે વાતે તે સ્ત્રીએ તેને કહી હતી, તે તે વાતે તેણે મહારાણીને જણાવી હતી. આ સમાચાર વિજયને મળ્યા હતા. કાવત્રાની ગંધ મહારાણીને આવ્યાનું જાણી, વિજયના મનમાં એક નવી ચિંતાઓ ઘર કર્યું હતું, જે મહારાણું આ હકીક્ત નંદરાજાને જણાવે અને સાવચેતીથી તપાસ કરવામાં આવે, તો મંડળને પકડાઈ જતાં વાર લાગે નહિ. આ વિષય પર બે ત્રણ દિવસ સુધી વિચાર્યા બાદ વિજયને એક યુકિત જડી આવી.
બીજે દિવસે સાંજના સમયે તે પિનાના મંડળના સભ્ય પ્રતાપને મળે. મીઠા મીઠા શબ્દો બોલી અને બેટી બેટી આશાઓ આપી તેણે પ્રતાપને કહ્યું :
જે, પ્રતાપ! કઈ પણ હિસાબે તું તારી પત્નીને નાશ કરે, તે જ તું અને આપણું મંડળ નિર્ભય બની શકે. નહિ