________________
આપણી ભાષામાં થાય છે, તેમ આપણું પુસ્તકને અનુવાદ અન્ય ભાષામાં થાય; એવી ભાવના આપણે શા માટે ન સેવવી જોઈએ?
ગુજરાતીઓની રહેણી કરણી, ગુજરાતીઓનાં માનસ, અને ગુજરાતીઓની ગૃહવ્યવસ્થામાં પેસેલા પાશ્ચાત્ય સડા વિષે; તેમજ તે કારણે ચીમળાતી બહેન, કાળી મજૂરી કરીને જીવતા શ્રમજીવીઓ મા બાપના પરસેવાના પૈસાને પાણીની માફક વેડફીને અરધી જીંદગી સુધી અભ્યાસ કર્યા પછી કેવળ નેકરીગુલામી સ્વીકારી લેતા યુવકે, અન્ન અને દાંતને તેમજ દેહને અને વસ્ત્રને થયેલાં વેર–તેવી આવી પડેલી કપરી સ્થિતિ વિષે લખવાનું કયાં ઓછું છે?
પરદેશીઓએ રચેલા અને રચાવેલા સત્યાસત્ય ઈતિહાસમાંથી સંશોધન કરીને સત્ય હકિત પ્રકટ કરવાની સામગ્રી ક્યાં ઓછી છે?
હિંદની ઐતિહાસિક અને સામાજિક કાળી બાજુને કાળી બાજુ અને ઉજળીને પણ કાળી બાજુ બતાવી-રજુ કરીને આપણું જીવનમાં કલેશ ઉત્પન્ન કરાવનારા પરદેશીઓની કાળી બાજુ રજુ કરવાનાં અને તેમનાં મલિન મન અને ઇંદ્રજાળને ખુલ્લા પાડવાનાં સાધનો એાછાં નથી?
મહારાજા નંદ અને મહામંત્રી શકટાળ જેવા મહા પુરૂનાં જીવન ચરિત્ર-તેમના જેવી મહાવ્યક્તિઓની રૂપરેખાઓ કયાં ઓછી છે?
ગૂજરાતના વીર પુરૂષોનાં ચરિત્રો કયાં ઓછાં છે? અનુવાદકો આવા વિષયો પર મૌલિક લખતા થાય તો? કોઈ કોઈ વખતે એકાદ પુસ્તક બે ચાર લેખકો તરફથી