________________
મહામંત્રી શકટાળ નહતા.
ઝેર અપાયાને પ્રસંગ દાબી દેવાને તેમણે પ્રયત્ન કર્યો હતા, પણ તેમાં તેમને નિષ્ફળતા જ સાંપડી હતી. ભેદ ખુલી જતાં મહાઅમાત્ય સાથે તેમને તે બાબતની ઘણી ચર્ચા થઈ હતી. તે ચર્ચામાં છેવટને નિર્ણય એ કરવામાં આવેલ કે,
શ્રીયકછની કાર્યદક્ષતાથી નવા અનિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં અટકી ગયાં છે. વાસ્તવિક જોતાં, તે વાત પણ ખરી હતી.
શ્રીયકજીએ કાવત્રાખેર મંડળને પીછે સારી રીતે પડ્યું હતો. તેમના નામે તે મંડળ ધ્રુજતું હતું. આખા મંડળને મોટામાં મોટી બીક શ્રીયકજીની હતી.
–પણ શ્રીયકઈને કઈ બીજી જ વ્યક્તિની સાથે હતે. તેમને પોતાને પણ ખબર નહોતી કે, તે વ્યકિત કેણુ છે. તેણે તેમને ઘણા સમાચાર આપ્યા હતા. ઘણી વખત તે તેમના ખંડમાં હસ્તલીપીના પુરાવા પણ તેમને મળતા. તેમણે તે વ્યક્તિની તપાસ કરવાને પણ પ્રયત્ન કર્યો હતો, પણ તેમના પ્રયત્ન કરતાં, તે વ્યક્તિની ચાલાકીની જીત થઈ હતી. તેમના પ્રયત્ન વડે રાજકુટુંબ સુરક્ષિત રહેતું હતુ.
મહારાજાનંદ વિચારમાં હતા. જ્યાદેવીએ તેમના ખંડમાં પ્રવેશ કર્યો. તેમને પગરવ સાંભળી મહારાજાએ ઉંચું જોયું. બંનેની દ્રષ્ટિ એક થઈ. મહારાણી તેમની પાસે જઈ બાજુમાં બેઠાં.
મહારાજાના વિચારને ભંગ કરવા, મહારાણુ બેલ્યાં : “મહારાજ! વિચાર કરવાને અન્ન હોય છે.”
“રાણી ! વિચાર કરવાને અંત હોય છે, પણ વિચારને અન્ત હેતો નથી.”