________________
મહામંત્રી સાળ
વિદ્યાપીઠમાં પ્રવેશ્યા પછી તેમણે આ ત્રિપુટીને જોઈ. તેમની કાંતિ જોઇ મહારાજાને એમ થયું કે જે આ ત્રિપુટીને પાટલીપુત્રની નાલંદા વિદ્યાપીઠમાં લઈ જવામાં આવે તે જ્ઞાનની બુઝાતી mત પુનરપિ સતેજ બને. આ વિચાર આવતાં તેમણે ત્રિપુટીને તે બાબતની વાત કરતા, “હકાર માં જવાબ મળ્યો.
જ્યારે મહારાજા તક્ષશિલાથી પાછા ફર્યા ત્યારે ત્રિપુટી પણ તેમની સાથે જ પાટલીપુત્રમાં આવી.
ત્રિપુટીમાં સૌથી મોટા પાણિની હતા. તે વ્યાકરણમાં તેમજ દરેક વિષયમાં મહા જ્ઞાની હતા. અહીં આવ્યા પછી થોડાક સમય બાદ તે ક્યાં ગયા. તે બાબતની કોઈને ખબર પડી નથી. તેમના પછી બીજા નંબરે પંડિત ચાણક્ય છે. ગણાય છે. મેટે સમારંભ કરી, મહારાજાએ તેમને નાલંદા વિદ્યાપીઠના ગુરૂસ્થાને નીમ્યા. અને ત્રીજા રહ્યા તે આપણું - વરરૂચિ.
રાજપુત્રોએ કરેલું અપમાન સહન ન થવાથી, તેજસ્વી પુરૂષે રાજવંશને નાશ કરવાની પ્રતિજ્ઞા લઈ પાટલીપુત્ર તર્યું. તેમના જવાથી પાટલીપુત્રમાં રાજકુટુંબ માટે વિનાશનાં બીજ
પાયાં. પછી તે સ્થાન વરરૂચિને સોંપવામાં આવ્યું. આને તે તું સારી રીતે ઓળખે છે. તેને રાજ્યની લાલસા જાગી છે. પિતે બ્રાહ્મણ હોઈ વિદ્યાપીઠને ગુરૂ છે. આ વાત તે ભૂલી ગયા છે. આજ સુધી તે તે મદિરાને જ ભક્તા બન્યો હતો. હવે તેને, સ્ત્રી વાંચ્છના પણ જાગી છે. તારા માટે તેણે અનેક વિચારે ઘડી રાખ્યા છે. “તે રાજા અને તે રાણી બને,” એવી એની ઈચ્છા છે. પણ, મૂર્ખને સરદાર સમાજ નથી કે ઈચ્છા કરવાથી જ જે રાજા થઈ શકાતું હોત, તે