________________
શતાવધાનીજીને ધન્યવાદ : કે તેઓ એક માર્મિક વિદ્વાન બહુશ્રુત વ્યક્તિ છે. જૈન સમાજમાં આવી પરિશ્રમી વ્યક્તિઓ ઘણી ઓછી જોવા મળે છે. અને તે તેમની અનેક જ્વલંત શક્તિઓ, પ્રખર જ્ઞાનોપાસના, ગુણગ્રાહિતા, સાત્વિક વિચારદષ્ટિ વગેરે કારણે હાર્દિક આદરભાવ છે. એટલે એમની પ્રવૃત્તિને હું અને અમારા પૂજ્ય ગુરુવર્યો વરસોથી વિવિધ રીતે સહકાર આપતા રહ્યા છીએ.
આ ગ્રન્થ તમારા ખાસ આરાધ્ય ભગવાન પાર્શ્વનાથજીને લગતે છે, એટલે તેનું સમર્પણ તમારે સ્વીકારવું જ જોઈએ ” એ જાતની પંડિતજીની પ્રબળ દલીલ અને ઈચ્છા આગળ લાચાર બનીને મારે સહકારી બનવું જ પડયું છે. * આ ગ્રંથના પ્રકાશનથી ભત્ર-યન્ત્રને લગતી તેમણે શરૂ કરેલી ગ્રન્થ શ્રેણમાં એક મહત્વના ગ્રન્થનો ઉમેરો થાય છે. આવા ગ્રન્થની જરૂરિયાત માટે હું વિશવરસથી સ્વપ્ન સેવતો હતો. મંત્ર યંત્ર-તંત્રને લગતા બે ગ્રન્થ તૈયાર કરવા માટે કેટલીયે સામગ્રી હું સંચિત કરતે રહ્યો છું, –પણ મારો માલ ગોડાઉનમાં જ પડ્યો રહ્યો, જ્યારે કુશળ વેપારી જેવા પંડિતજીએ સંગ્રહીત માલ ગોડાઉનમાંથી લાવી બજારમાં મૂકી દીધો છે. આપણું માટે એ આનંદનો વિષય છે. અગાઉની જેમ રસપ્રદ શૈલીમાં લખાયેલા આ સુંદર ગ્રન્થને જનતા સહર્ષ સત્કારશે જ, એમાં શંકા નથી. અન્તમાં નિમ્ન શ્લેક દ્વારા મારા અજપાજાપની જેમ અદર્શનદર્શન જેવા ભગવાન પાર્શ્વનાથના સમતા-ક્ષમાભાવની સ્તુતિ અને વિનંતિ કરી વિરમું છું.
कमठे धरणेन्द्रे च, स्वोचितं कर्म कुर्वति । . प्रभुस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ .
– શ્રી હેમચંદ્રાચાર્ય