SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ - વરાહમિહિરે વ્યન્તર થયા પછી ગત જન્મના રોષના—કારણે શ્રી સંધમાં મહામારીને ઉપદ્રવ કર્યો, ત્યારે તેનું શમન કરવા આ પ્રભાવક સ્તોત્ર રચી શ્રીસંઘને ઉપયોગ કરવા આપ્યું અને તેથી ઉપદ્રવ શાંત થયો, ત્યારથી આ સ્તોત્ર પ્રચલિત બન્યું છે. આ સ્તોત્ર પાંચ, છ, સાત, ૯, ૧૩, ૧૭, ૨૦-૨૧,૫ આમ વિવિધ માનવાળું બન્યું છે. તે અસલ ગાથા કેટલી હશે? એમ પ્રશ્ન થાય, તો આ સ્તોત્રના તમામ ટીકાકારોના કથન મુજબ તો પાંચ ગાથામાં જ રચાયું હતું, એમ સ્પષ્ટ થાય છે. પાછળથી આરાધક ભક્તો આ ગાથામાં ઉમેરો કરતા આવ્યા છે. ભગવતી શ્રી પદ્માવતી દેવીજી : શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક તરીકે પાર્શ્વયક્ષ, ધરણે દ્રદેવ અને પદ્માવતી ત્રણની વિશેષ પ્રસિદ્ધિ છે. પણ એથી વૈરોચ્યાદેવી એને પણ અધિષ્ઠાયિકાદેવી તરીકે કેટલાકએ સ્વીકારી છે. બંને ધરણેનીજ ૧. આ સ્તોત્રના ટીકાકાર દ્વિજપાર્ષદેવ પાંચ ગાથા હોવાનું કહે છે. ૨. પ્રિયંકરનુકથાના કર્તા જિનસુરમુનિ પૂર્વે છ ગાથા હતી, એમ ટીકામાં કહે છે. ૩. સ્તોત્રની વૃત્તિકાર હર્ષકીર્તિ સાત ગાથા હોવાનું નોંધે છે. ૪. પાછળથી આ તેત્રમાં યથેષ્ટ વધારે થતો રહ્યો અને તે કાગળ ઉપર અંકિત થયો, એટલે આજે ૯ થી લઈને ૨૭ સુધીના વિવિધ માનવાળું સ્તોત્ર બની ગયું. ૫. આ સ્તોત્ર ઉપર વૃત્તિ-ટીકા-અવચૂરિ મલીને ૧૧ ની સંખ્યા છે. તેજ સાગરમુનિએ આ સ્તોત્રના પ્રત્યેક ચરણની પાદપૂર્તિરૂપે એક સ્તુતિ રચી છે તે અને વર્તમાનમાં આચાર્ય શ્રી ધર્મધુરધરસૂરિજીએ - પણ પાદપૂર્તિરૂપે એક કૃતિ રચી છે. બંને આ જ ગ્રન્થમાં મુદ્રિત થઈ છે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy