________________
૩૭
વિદ્વાને જિનાલય શબ્દની મૂર્તિ અર્થમાં લક્ષણ કરી એ નામની . મૂતિ ભરાવવાનો વિચાર કર્યો હશે. પછી થયું હશે કે બે મૂતિથી શું મેળ મળે? એટલે પછી તેને, ચતુમુખી બનાવવા “ચિંતામણિ” અને “કલ્પમ” શબ્દને મૂતિના વિશેપનામ રૂપે સ્વીકારી ઉપર્યુક્ત મંદિર બનાવરાવ્યું હશે. આ મારું એક અનુમાન છે.
પાર્શ્વનાથ ભગવાન મંગલ અને કલયાણને કરનારા છે, ચિંતામણિ રત્નની જેમ ચિંતાને દૂર કરનારા છે, કલ્પવૃક્ષની જેમ ભક્તજન જે જે માગે તેને આપનારા છે. સહુથી વધુ લોકમાં સહુથી વધુ ગણાતું તેત્ર : " જાણવા જેવી કેટલીક હકીકતો જણાવ્યા બાદ હવે મૂલ ગ્રન્થ અંગે કહ્યું. આ ગ્રન્થ જૈન સંઘના નાનકડા છતાં બહુમાન્ય ઉવસગ્ગહર” સ્તોત્ર અંગે વિવિધ ખ્યાલો આપતો સુંદર ગ્રન્થ છે. આ સ્તોત્ર મૂર્તિપૂજક સમપ્રદાયમાં મંદિરમાં જઈને નિત્યકર્મરૂપે કરાતા ચૈિત્યવંદનમાં નિશ્ચિત સ્થાન પામેલું છે. લાખો જૈન મંદિરમાં જઈને બોલે છે, અને પોતાના ઘરમાં રહીને પણ ૧૦૮, ૨૧, ૭ વાર ગણનારા ' હજારો ભાવિકો છે. ભગવાન પાર્શ્વનાથ ઉપરના હાર્દિક ભાવનાના કારણે તેમના સ્તોત્રસ્તુતિ ઉપર પણ એ જ ભાવ સ્વાભાવિક રીતે જાગે જ, એટલે વિદ્યમાન–વિવિધ અન્ય સ્તોત્રોમાં સહુથી વધુ વ્યક્તિઓ દ્વારા સહુથી વધુ સંખ્યામાં ગણાતું આ સ્તોત્ર હશે, એમ મારું માનવું છે.
આ સ્તોત્ર તેના મ––ચત્રો અને તેની ઉપાસના કેમ કરવી ? કેવી રીતે કરવી ? એનો વિસ્તૃત પરિચય ગ્રન્થમાં આપેલ જ છે, એટલે તે અંગે વિશેષ ન લખતાં હું તો તેનું ઘેાડું જ ઉડતું અવલોકન રજૂ કરું છું. સ્તોત્રની ઉત્પત્તિનું કારણ અને સંખ્યામાન .
: આ સ્તોત્રના કર્તા શ્રીભદ્રબાહુસ્વામીજી છે. ભદ્રબાહુના ભાઈ ૧. આ ભદ્રબાહુ ક્યા ? એ માટે આ ગ્રન્થનું પ્રકરણ નં. ૫ જૂઓ.