________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૪૩ ચડતાં છ માઈલ ઉપર ફરતાં અને છ માઈલ નીચે ઉતરતાં તેની એક યાત્રામાં અઢાર માઈલને પ્રવાસ થાય છે. આ ત્રણેક માઈલ ઉપર જતાં ગંધર્વનાળું આવે છે, તેમાં બધો વખત શીતળ મીઠું પાણી વહ્યા કરે છે. અહીં ધર્મશાળા અંધાયેલી છે, તેમાં ઉતરતી વખતે ભાતું અપાય છે.
અહીં કુલ ૨૮ ટૂંકની યાત્રા છે. તેમાં અઢારમી ટૂંક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર છે. આ ગિરિરાજ પર આ એકજ મૂર્તિવાળું મંદિર છે, બીજા બધાં સ્થળે ચરણપાદુકાઓ છે
છેલ્લી ટૂંક મેઘાડંબર કહેવાય છે, તે સહુથી ઊંચી છે અને ઘણે દૂરથી દેખાય છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નિર્વાણકલ્યાણક થયેલું છે. જે અહીં શાંત-સ્વસ્થ મને શ્રી પાર્શ્વનાથ ભગવાનને મંત્રજપ કરવામાં આવે તે સર્વ કષ્ટોનું નિવારણ થાય છે તથા પરમ શાંતિ અનુભવી શકાય છે.
[૨૫] શ્રી સેરિસા પાર્શ્વનાથ અમદાવાદથી પાલણપુર તરફ જતી ગાડીમાં કલેલ નામનું સ્ટેશન આવે છે. ત્યાંથી પાંચ માઈલના અંતરે શેરિસ કે સેરિસા નામનું ગામડું આવેલું છે. એક કાળે ત્યાં સેનપુર નામનું સુંદર નગર વસેલું હતું અને સેરિસા તેને એક નાનકડે મહોલ્લો હતું, પરંતુ કાળને કરાળ ઝપાટો લાગતાં સેનપુર નામશેષ થયું અને સેરિસા એક ગામડા રૂપે અવશિષ્ટ રહ્યું.