________________
૩૩ર
ઉવસગ્ગહરં સ્તવ [ ૧૬ ] શ્રી પંચાસરા પાર્શ્વનાથ પંચાસર ગામ આજે ગુજરાતમાં મેજૂદ છે. તેમાં એક કાળે શ્રી પાર્શ્વનાથ ભગવાનની અતિ પ્રભાવશાળી મૂર્તિ વિરાજમાન હતી, પણ કલ્યાણના રાજા ભુવડે પંચાસર પર ચડાઈ કરી, તેમાં પંચાસરને રાજા જયશિખરી માર્યો ગયો અને પંચાસર ભાંગ્યું, તે વખતે આ મૂર્તિને કઈ સુરક્ષિત સ્થળે રાખી દેવામાં આવી.
જ્યશિખરીને પુત્ર વનરાજને નાગેન્દ્ર ગચ્છના શ્રી શીલગુણસૂરિએ આશ્રય આપ્યો અને સર્વ પ્રકારની વિચિત તાલીમ આપી. પરિણામે વનરાજ મહા પરાક્રમી નીવડે. તેણે વિજયી બની અણહિલપુર પાટણ શહેર વસાવ્યું અને તેને પિતાની રાજધાની બનાવી. એ વખતે ભવ્ય મંદિર નિર્માણ કરી વિ. સં. ૮૦૨ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે શ્રી પંચાસરા પાર્શ્વનાથની મૂર્તિ તેમાં પ્રતિતિ કરી. આ મંદિરમાં વનરાજની મૂર્તિ પ્રભુના સેવક તરીકે ખડી છે. વનરાજ ચાવડા વંશને હવાથી ઈતિહાસમાં તેને વનરાજ ચાવડા તરીકે ઓળખવામાં આવ્યું છે.
[ ૧૭ ] શ્રી ધિ પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રાચીન તીર્થોમાં શ્રી ફધિ પાર્શ્વનાથની પણ ગણના થાય છે. ફધિ ગામ મારવાડમાં