________________
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો ૩૩.
જ્યારે મેવાડનું રાજ્ય અકબર બાદશાહે જીતી લીધું, ત્યારે રાણા પ્રતાપને નાસી છૂટવું પડ્યું હતું અને જંગલમાં આશ્રય લે પડે હતા, તે વખતે તેમને એક જૈન સાધુને સમાગમ થયો. તેમને રાણાએ પૂછ્યું કે “આપ મને મારું રાજ્ય પાછું મળે તે કઈ ઉપાય બતાવો.” ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું કે “ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શ્રી પાર્શ્વ નાથજીની પ્રતિમાનું આરાધન કરવાથી તમારે મને રથ સલ થશે.” પછી તેમણે અહીં આવી શ્રી નાગફણા પાર્શ્વનાથનું આરાધન કર્યું હતું. ત્યાર બાદ થોડા જ વખતે તેમને ભામાશાહ તરફથી અનર્ગત ધનની મદદ મળી હતી અને તેનાથી સજ્જ થઈને લડાઈ કરતાં મેવાડના બાવન કિલ્લા તથા ઉદયપુર જીતી લીધું હતું.
આ તીર્થમાં કઈ રાત રહી શકતું નથી. આશાતના થાય તે ભમરા ઉડે છે. પામોલને સંઘ ત્યાં દર્શને ગયે, ત્યારે એક અડચણવાળી બાઈ મંદિરમાં દાખલ થઈ કે તરત જ ભમરા ઉડ્યા હતા.
જે સંઘ ઈડરથી પગરસ્તે કેશરિયાજીની યાત્રાએ જાય છે, તે અવશ્ય અહીં યાત્રા કરવા આવે છે. જે વધારે યાત્રાળુ હોય તે ઝરણુમાંથી વધારે પાણી વહે છે.
અમે વિ. સં. ૧૯૭૦ ના શિયાળામાં પગરસ્તે કેશરિયાજીની યાત્રા કરી, ત્યારે આ સ્થાનની યાત્રા કરી હતી અને તેનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. આરાધના માટે આ સ્થાન. ઘણું ઉત્તમ છે, પણ બધી સગવડ કરીને ત્યાં રહેવું જોઈએ.