________________
શ્રી પાનાથ ભગવાનનાં મુખ્ય તીર્થો
૩૧૧ [૮]
કાશી (વારાણસી) વીશ જિનેશ્વરદેવનાં ૧૨ કલ્યાણકમાંથી ૧૬ કલ્યાણકે કાશી અને તેની આસપાસના વિભાગમાં થયેલાં છે, એટલે તે આપણે માટે એક મહાન તીર્થભૂમિ છે. વળી પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન એ ચાર કલ્યાણકો અહીં થયેલાં હેવાથી તેની મહત્તા વિશેષ છે.
એક કાળે આ નગરીમાં જૈનોનું પ્રભુત્વ હતું, પણ કાલકમે અહીં વૈદિક મતાનુયાયીઓનું વર્ચસ્વ જામ્યું અને કેટલેક સમય બૌદ્ધોએ પણ આ નગરીમાં સારી એવી સત્તા ભેગવી, એટલે આપણું કઈ પ્રાચીન સ્મારક આ સ્થળે રહ્યું નથી. આજથી બે-ત્રણ વર્ષ ઉપર તે એવી સ્થિતિ હતી કે અહીં કેઈ જૈન મંદિર બાંધવાની રજા મળતી નહિ અને કદાચ રજા મળે તે પણ એ મંદિર બીજા દિવસે જ જમીન દોસ્ત થાય.
આ વખતે ભેલપુર કે જ્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ થયે મનાય છે, ત્યાં કેટલાક ભાટ લેકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ રાખતા અને તેને વડના એક ઝાડ નીચે પધરાવી યાત્રાળુઓને તેની પૂજા કરાવતા. પરંતુ ધર્મઝનુનને એ યુગ ઓસરી જતાં જૈનેએ ધીમે ધીમે ત્યાં પિતાનાં મંદિર બાંધવા માંડ્યાં અને આજે ત્યાં નીચે પ્રમાણે મંદિરો નજરે પડે છે : - . .