________________
૨૮૦
ઉવસગ્ગહરં સ્તોત્ર અનુભવ પણ થતું નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ મંત્ર સમાન છે. ખરેખર! તેઓ પ્રકટપ્રભાવી છે, તેમાં કઈ સંદેહ નથી.
વીશમી ગાથાને અર્થ લ, અગ્નિ, સર્પ, સિંહ, ચેર, શત્રુ વગેરે તરફથી ભય ઉત્પન્ન થતાં જે ડું પણ પાર્શ્વનાથ પ્રભુનું સમરણ કરે છે, તે કદી કઈ રીતે પરાજય પામતે નથી.
એક્વીશમી ગાથાને અર્થ જે આ લેકના સુખ અર્થે કે પરલેકના સુખ અર્થે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરે છે, તેને આત્મા જલદી સંસારસાગરને પાર પામે છે, તેથી (હે લે! તમે) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સદા) સ્મરણ કરો.