________________
૨૫૨
ઉવસગ્રહર સ્તોત્ર » Éી છી એ ત્રણ અક્ષરેની અંદર સાધકનું નામ લખવું, બહાર ફરતી સેળ પાંખડીઓમાં ફ્રી શ્રી અક્ષરે લખવા, તેની ઉપર વલયાકારમાં મિલ છે રવા નામને મંત્ર લખવે અને તેના ફરતા હી કારના ત્રણ આંટા મારવા એટલે “સૌભાગ્યકર નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્રનું પૂર્વોક્ત મંત્રથી પૂજન કરવું અને તેને ડાબી ભુજાએ ધારણ કરે, એટલે દુર્ભાગ્યને નાશ થાય છે અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. અનુભવીઓનું કહેવું છે કે આ યંત્રથી અપસ્માર એટલે વાઈ વગેરે રોગોને તેમજ હિસ્ટીરિયાને નાશ થાય છે.
શ્રી પાદલિપ્તસૂરિજીએ કહ્યું છે કે “સર્વ વિધિમાં પ્રથમ ગુરુચરણની પૂજા કરવી, નહિતર મંત્રની સિદ્ધિ થતી નથી.”
અર્થકલ્પલતામાં ઉપર્યુક્ત પાંચ યંત્રે ઉલ્લેખ થયેલ છે અને શ્રી પૂર્ણચન્દ્રાચાર્યની વૃત્તિમાં પણ આટલા જ યંત્રનું વિધાન છે, પરંતુ શ્રી પાર્શ્વ લઘુવૃત્તિમાં બીજા પણ કેટલાક યંત્રનું વિધાન છે, તે પાઠકોની જાણ માટે અહીં રજૂ કરીએ છીએ.
વિવિધ યંત્ર હીરકારની મધ્યમાં સાધકનું નામ લખીને, બહાર આઠ પાંખડીવાળું કમળ કરવું. તેની એક પાંખડીમાં શ્રી ઢું હું અને બીજી પાંખડીમાં દેવદત્ત એટલે સાયકનું નામ એ રીતે