________________
પ્રથમ ગાથાના યંત્રો અને મા
૩૧
ઉપર પ્રમાણે કરવાથી શાકિનીનિગ્રહકર યંત્ર” નામને ઠ્ઠો યંત્ર તૈયાર થાય છે. તેના લેખનવિધિ આદિ પ્રથમ યંત્ર મુજબ જાણવા. આ યંત્રના વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
૭. વિષમવિષનિગ્રહકર યંત્ર
મધ્યમાં હુંકાર લખીને તેની અંદર સાધકના નામાક્ષર લખવા. તેના ફરતા વલય કારમાં એ રીતે અક્ષર લખવા. તેને ૐ પાર્શ્વનાથ ય વાઢા એ મત્રાક્ષરોથી વીંટવા અને તેને ડાયાબીજ એટલે હી કારના ત્રણ આંટાનુ વેષ્ટન કરવુ', એટલે ‘વિષમવિષનિગ્રહકર' નામના સાતમા યત્ર તૈયાર થાય છે. તેના લેખનવિધિ વગેરે પ્રથમ યંત્ર મુજબ જાણવા. આ યંત્રના વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.
પૂજામત્ર
આ સાતે ય યંત્રાને પૂજામત્ર એક છેઃ ૐ દી શ્રી દૂર દૂર સ્વા। । ’ તેના લાગલગાટ ત્રણ દિવસ ત્રિસ ધ્યાએ એટલે સવાર, અપેાર અને સાંજ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સન્મુખ ૧૦૮ વખત શ્વેત પુષ્પ વડે જાપ કરવાથી સિદ્ધ થાય છે. એટલે કે એક શ્વેત પુષ્પ ચડાવતાં જવું અને એક મત્ર ખેલતા જવા, એ રીતે ૧૦૮ વાર મંત્ર ખેલવાથી તે સિદ્ધ થાય છે. આ વખતે તૈયાર થયેલા યત્ર પાર્શ્વનાથ પ્રભુની સામે રાખવા જોઈએ અને ત્યારબાદ સુગંધી ધ્રુપથી વાસિત કરીને તેના ઉપયાગ કરવા જોઈ એ, એવી અમારી સમજ છે.