________________
પ્રથમ ગાથાના યંત્રે અને મને મંત્ર અને મંત્ર વિષે જે ખાસ પ્રકરણ લખાયાં છે, તેનું સારી રીતે મનન કરી લેવું.
તેત્રની પ્રથમ ગાથા પરત્વે આઠ યંત્રનું વિધાન છે, તે આઠ યંત્રોનાં નામ નીચે પ્રમાણે સમજવાં - (૧) જાદવલભકરયંત્રઃ
જેનાથી જગતું એટલે જનતાને અતિ પ્રિય થવાય, એ યંત્ર. (૨) સૌભાગ્યકરયંત્રઃ - જેનાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય, એ યંત્ર. (૩) લક્ષ્મીવૃદ્ધિકરયંત્રઃ
જેનાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય એ યંત્ર. (૪) ભૂતાદિનિગ્રહકરયંત્રઃ
જેનાથી ભૂત વગેરેને નિગ્રહ થઈ શકે એટલે કે તેને વશ કરી શકાય અથવા તે તેની અસર દૂર કરી શકાય, એ યંત્ર. (૫) જવરનિગ્રહકરયંત્રઃ
જેનાથી જવર એટલે વિવિધ પ્રકારના તાવને કાબૂમાં લઈ શકાય એ યંત્ર. (૬) શાકિની નિગ્રહકરયંત્રઃ
જેનાથી શાકિનીને નિગ્રહ થઈ શકે એ યંત્ર. મેલી વિદ્યા જાણનારી સ્ત્રીને શાકિની કહેવાય છે-“જ્ઞાવિધિ दुष्टमन्त्रस्मरणवत्यः स्त्रियः ।'