SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ઉવસગ્ગહર સ્તાત્ર ત્તિ એટલે આંતરિક પ્રીતિ, શ્રદ્ધા, આદર, બહુમાન. મ-સમૂહ. નિર્મ–ભરેલ’. મહિમ-નિર્મરેન-એટલે ભક્તિના સમૃહથી ભરેલું, ભક્તિથી ભરપૂર. ભક્તિ એ ભવસાગર તરવાનું ઉત્તમ સાધન છે. તેના મંગળ મહિમા શાસ્ત્રકારોએ વિવિધ નામે અને વિવિધ સ્વરૂપે ગાયા છે. અનન્ય શ્રદ્ધા એ ભક્તિ છે; વિનય અને વૈયાવૃત્ય એ પણ ભક્તિ છે; સદ્ભાવ, સેવા અને સમર્પણના સમાવેશ પણ ભક્તિમાં જ થાય છે; વંદન, પૂજન, સત્કાર અને સન્માન એ ભક્તિની ક્રિયા છે; પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રમાદ અને પ્રણિધાન એ પણ ભક્તિના જ પ્રકારે છે અને સ્મરણ, સ્તવન, કીર્તન, કથા, ઉત્સવ અને ઉપાસના એ ભક્તિ નહિ તેા બીજું શું છે? અનુશીલન, આદર, આરાધના, આજ્ઞાધીનતા, ઉત્સાહ, એકાગ્રતા, અને એકય એ ભક્તિનાં જ અપરનામે છે. તે જ રીતે જપ, જાત્રા, પ્રેમ, પવિત્રતા, સત્યભાવ, શરણાગતિ, વાત્સલ્ય અને યાગ એ પણ ભક્તિના પર્યાયવાચક શબ્દો છે. જે ભક્તિના હેતુ દુશ્મનનું દમન, શત્રુની સતામણી કે વેરની વસુલાત હાય, તે ‘તામસી' કહેવાય છે; જે ભક્તિના હેતુ ક ંચન, કામિની, પુત્ર-પરિવાર, માન-મરતા કે પ્રતિષ્ઠાની પ્રાપ્તિ હાય, તે રાજસી' કહેવાય છે; તથા જે ભક્તિના હેતુ આત્મકલ્યાણ, સાત્ત્વિક સુખ કે પરમાનંદની પ્રાપ્તિ હોય, તે ‘સાત્ત્વિકી' કહેવાય છે. આ ત્રણ પ્રકારની ભક્તિઓ પૈકી
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy