________________
[ 1 ]
પાંચમી ગાથાનું અ—વિવરણ
સ્તવન કે સ્તેાત્રમાં ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે, તેમના અદ્ભુત ગુણાનુ કીતન કરવામાં આવે છે અને છેવટે પ્રાના કરવામાં આવે છે. વ્યાવહારિક ક્ષેત્રમાં કઈ ને કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરવી, એ ઈષ્ટ ગણાતું નથી; પણ ધાર્મિક ક્ષેત્રમાં તે પ્રાના એક અતિ મહત્ત્વનું અંગ છે. ખાસ કરીને જ્યારે ઈષ્ટદેવની સ્તુતિ-સ્તવના કરતા હેાઈ એ, ત્યારે તેમને સ્વામી માનીને આપણે એક અદના સેવક તરીકે પ્રાથના કરવી જોઈ એ અને તેમાં આપણા ઉદ્ધાર અર્થે આપણને શુ જોઈએ છે ? તે જણાવવુ જોઇ એ. એમ કરવાથી આપણુ ધ્યેય નિશ્ચિત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિને પાંખા આવે છે. સ્તાત્રની પાંચમી ગાથા એ છેલ્લી ગાથા છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રાથના કરવાના હેતુથી જણાવ્યું છે કે— ૧. મૂલ પાડે
असंधुओ महायस, भत्तिन्भरनिब्भरेण हियएण । ता देव दिज्ज बोहिं, भवे भवे पास जिणचंद ||५||