________________
ચેથી ગાથાનું અર્થ-વિવરણ
૨૦૭ “વિતામળિઃ વિન્તિરાર્થનાથી રેવતષ્ઠિત રત્નવિશેષ:-ચિંતામણિ એટલે ચિંતિત અર્થને–વસ્તુને દેનારું દેવતાધિષ્ઠિત એક પ્રકારનું રત્ન” શ્રી હર્ષકીર્તિસૂરિએ તે
એટલું જ કહ્યું છે કે “વિરામ મનસ્થિતિરાર્થનારત્ન–મનમાં ચિંતવેલા પદાર્થને આપનારું રત્ન. તાત્પર્ય કે અહીં દેવતાધિકિતને ઉલ્લેખ નથી.
'कल्पपादपः-कल्पवृक्ष उत्कृष्ट कालभावी अन्तःकरण સુuTHઢાવો વૃક્ષ-કલ્પપાદપ એટલે પવૃક્ષ. તે ઉત્કૃષ્ટ કાલમાં થાય છે અને અંતઃકરણમાં ચિંતવેલું ફળ આપનારે વૃક્ષને એક પ્રકાર છે.”
જૈન શાસ્ત્રોમાં દશ પ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન આવે છે, તે મનુષ્યને આહાર, પાણી, વસ્ત્ર આદિ તમામ જોઈતી વસ્તુઓ તરત આપે છે.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ મનુષ્યને સર્વ ચિંતિત વસ્તુઓ આપે છે, પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ તેનાથી અધિક શા માટે?” તેને ઉત્તર એ છે કે “ચિંતામણિ અને કલ્પવૃક્ષ આ લેકની સર્વ ચિંતિત વસ્તુઓ આપે છે, પણ સ્વર્ગ કે અપવર્ગના સુખ આપી શકતાં નથી, જ્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ તે સ્વર્ગ અને મેક્ષનાં સુખ પણ આપી શકે છે, એટલે તેને અધિક ફલદાયી કહ્યું છે.'
પાર્વતિ (ાનુવતિ)-પામે છે.