________________
૨૦૬
ઉવસગ્ગહરે તેત્ર अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं पमाणं च । इच्चाइ सुहो भावो, सम्मत्तं बिति जगगुरुणा ॥
અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને જિનમત એ જ પ્રામાણિક સત્ય ધર્મ, આ જે આત્માને શુભ પરિણામ, તેને શ્રી જિનેશ્વર દેવે સમ્યકત્વ કહે છે”
આમાં પહેલી વ્યાખ્યા પરમાર્થ દષ્ટિએ કરેલી છે અને બીજી વ્યાખ્યા વ્યવહારદૃષ્ટિએ કરેલી છે.
સમ્યક ગ્રહણ કરતી વખતે નીચેની ગાથા બોલાય છે – अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरूणो । जिणपण्णत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं॥
હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, (પંચમહાવ્રતધારી) સુસાધુ એ મારા ગુરુ છે અને જિનપ્રણીત તત્ત્વ એ મારે ધર્મ છે. આવું સમ્યકત્વ મેં ગ્રહણ કર્યું છે.”
સમ્યકત્વને વિશેષ બેધ તેના ૬૭ બોલ જાણવાથી થાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સમ્યકત્વ એટલે શ્રી પાર્શ્વનાથ ભગવાનમાં દેવ તરીકેની અનન્ય શ્રદ્ધા.
चिंतामणिकप्पपायवभहिए (चिन्तामणि कल्पपादપામ્ય)--ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક ફલદાયી.
चिन्तामणि मने कल्पपादप ते चिन्तामणिकल्पपादप, तेनाथी अभ्यधिक ते चिंतामणकल्पपादपाभ्यधिकः ।