________________
[ ૧૫ ]
ચેાથી ગાથાનું અં–વિવરણ
થોડા શબ્દોમાં ઘણું કહેવુ, એ સૂત્રશૈલિ છે. ખાસ કરીને મહાપુરુષો આ શૈલિના વિશેષ ઉપયાગ કરે છે, વધારે સ્પષ્ટ કહીએ તે તેએ સાગરને ગાગરમાં ભરી દે છે, એટલે આપણે તેના અરૂપી પાણીને ગમે તેટલું લેપ્ચા કરીએ, તે પણ પાર આવતા નથી. જેમ જેમ તેનું ચિંતન કરીએ, તેમ તેમ નવા અર્થા સ્ફુરે છે અને તે આપણા દિલ અને દિમાગને નવી જ રોશની આપી જાય છે, જેમણે પૂર્વની ત્રણ ગાથા પર ઠીક ઠીક ચિંતન-મનન કર્યુ હશે, તેને આ વાત જરૂર સમજાશે.
સ્તોત્રની ચેાથી ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમ્યકત્વના મહિમા દર્શાવવા કહ્યું છે કે
૧ મૂળગાથા
तुह सम्मत्ते लद्धे, चिंतामणिक पायवन्भहिए । पावंति अविग्वेणं, जीवा अयरामरं ठाणं ॥ ४ ॥