________________
બીજી ગાથાનું અર્થ વિવરણ
૧૯૫ છતાં તેમાં માનવસંહાર તો થાય જ છે. આવા વખતે આ સ્તોત્રની ગણના કે વિષધરસ્ફુલિંગમંત્રની ગણના ઘણું કામ આપે છે. તુટ્ટુગરા (દુષ્ટધ્વરા ) દુષ્ટ વરા, વિષમજ્વરે,
ભારે તાવ.
ટીકાકારોએ દુષ્ટશ્ર્વરમાં નીચેના રે। ગણાવ્યા છેઃ - દાહવર, વાતવર, પિત્તજ્રવર, વિષમજવર, નિત્યજ્વર, વેલા જ્વર, મુહૂત જ્વર વગેરે.’ આજની પરિભાષા પ્રમાણે ન્યુમોનિયા, ટાઈફોડ, સન્નિપાત, મુતિયા તાવ વગેરે દુષ્ટત્ત્વો છે કે જેને કાબૂમાં લેતાં ઘણા ઉપચારા કરવા પડે છે.
અહીં યુદુ શબ્દથી ગુસ્સે થયેલા નૃપતિઓ અને જ્ઞા શબ્દથી જ્વરા અર્થાત્ તાવા એવા અર્થ પણ થાય છે. નંતિ (ચન્તિ )—જાય છે, પામે છે. વામ્ ( રવશામમ્ )–ઉપશાંતિને, ઉપશમને. ઉપશમને પામે છે, એટલે શાંત થઇ જાય છે—પીડા કરતા બંધ થાય છે.
૫. ભાવા
શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામથી યુક્ત વિષધરસ્ફુલિંગ નામના મંત્રનું જે મનુષ્ય નિત્ય સ્મરણ કરે છે, તેને ગ્રહા તરફથી પીડા થતી નથી, તેને વ્યાધિઓ સતાવતા નથી, તેના પર જો કોઈ મારણપ્રયાગ થયા હોય તે તે શાંત થઈ જાય છે અથવા મરકી જેવા મહાન રોગચાળો ફાટી નીકળ્યે હાય તે તેના બચાવ થાય છે અને ગમે તેવા ભયંકર તાવ લાગુ પડયા હૈાય, તે સત્વર ઉતરી જાય છે.