________________
બીજી ગાથાનું અર્થ-વિવરણ
૧૮૯ રેગ થયે, કારણ કે જે કર્મોએ શલાકાપુરુષોને પણ છોડ્યા નથી, તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને અનશનને માટે પૂછયું, ત્યારે ધરણેન્દ્ર જવાબ આપ્યો કે “હે ભગવન ! અદ્યાપિ આપનું આયુષ્ય બાકી છે, તે તે ક્ષીણ કેમ થઈ શકે ? કારણ કે આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણું પ્રાણીઓને ઉપકારરૂપ છે.” એમ કહીને ધરણેન્ટે તેઓશ્રીને અઢાર અક્ષરને મંત્ર આપ્યું, કે જેના સ્મરણરૂપી જલથી નવ પ્રકારના રેગોને નાશ થાય છે. આ પ્રમાણેને અઢાર અક્ષરનો મંત્ર માનતુંગસૂરિને અર્પણ કરી ધરણેન્દ્ર પિતાના સ્થાનમાં પાતાલલેકમાં ચાલ્યો ગયો.
પછી પપકારપરાયણ તેઓ શ્રીમાન માનતુંગસૂરિએ તે મંત્રાક્ષથી ગર્ભિત નવીન ભયહરસ્તવની રચના કરી કે જે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. તે મંત્રાક્ષરોના પ્રભાવથી આચાર્ય મહારાજને દેહ હેમંત ત્રતુના કમળની શેભા સમાન થઈ ગયે, કારણ કે અદ્ભુત ગુણોના નિધાન એવા તેઓને શું દુર્લભ હેય? જે ભવ્યપુરૂષ ! આ ભયહર (નમિઊણ)
સ્તવને સવારે અને સાંજે શુભ ભાવથી પાઠ કરે છે, તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.”
શ્રી રત્નકીર્તિસૂરિએ રચેલાં શ્રી પાર્શ્વનાથજિનસ્તવનની, નિમ્ન પંક્તિઓ વિષધરકુલિંગમંત્ર અઢાર અક્ષરને હેવાનું સમર્થન કરે છેઃ नमिऊण पासं नाहं, विसहर-विस नासिणं तमेव थुणे । वसह जिणफुलिंगजयं, फुलिंग वरमंत मज्झत्यं ॥