________________
[૧૩] બીજી ગાથાનું અર્થ–વિવરણ
શબ્દ એ તાળું છે અને અર્થ એ કુંચી છે. અન્ય શબ્દોમાં કહીએ તો અર્થ જાણ્યા વિના શબ્દને ખરે ભેદ સમજાતું નથી. એ વાત ખરી છે કે એક શબ્દને અનેક અર્થો થાય છે, પણ ક્યાં કે અર્થ ગ્રહણ કરે, તે પરાપૂર્વ સંબંધથી વિચારી લેવું જોઈએ. કોઈએ કહ્યું કે “સૈન્યમાનવ” ત્યાં ભેજનાદિ પ્રસંગ હોય તે તેને અર્થ “સિંધાલુણ લાવ” એમ સમજવું જોઈએ અને બહારગામ જવાનું કે રણે ચઢવાને પ્રસંગ હોય તો “ઘોડે લાવ” એમ સમજવું જોઈએ. જે અર્થસંગતિ બરાબર ન થાય તો શબ્દને કે શબ્દસંજનને વાસ્તવિક ભાવ સમજી શકાય નહિ, તેથી અર્થસંગતિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
ઉવસગ્ગહરં સ્તોત્રની બીજી ગાથાને પાઠ નીચે પ્રમાણે જાયેલો છેઃ
૧. મૂલપાઠ विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ।
तस्स गह-रोग-मारी-दुदृजरा जंति उवसामं ॥ ૧. પૃષ્ઠ ૧૪ ઉપર મારિ એવો પાઠ છપાયો છે, તે મારી સમજે.