________________
૧૮૪
ઉવસગ્ગહરં સ્તવ શીધ્રપણે દૂર નાસી ગયે. દુર્ભિક્ષ, ડમર, અશિવ અને મરકી પરસ્પર વૈર પામીને લીરદધિના પારને પામ્યા.
જે પ્રાણી પાર્શ્વનાથ પરમેશ્વરનું શરણ કરે છે, દીર્તન કરે છે, પૂજે છે, તેમને સ્નાન કરાવે છે, આભૂષણ પહેરાવે છે, નમસ્કાર કરે છે, તેમને શેધે છે અથવા જુએ છે, તે પ્રાણીને આ પૃથ્વીમંડળ ઉપર ચાલતે કોઈપણ સર્પ ઉપદ્રવ ન કરે, એ રીતે ધરણેન્દ્ર પતે પૃથ્વી પર ચાલતા સર્પસમૂહને આજ્ઞા આપી છે.” એટલે અહીં દ્રવ્યવિષધરના વિષને નાશ કરવાને જે અર્થ છે, તે વધારે સંગત લાગે છે.
ઘોડા વર્ષ પહેલાં કોઈને પણ સર્પદંશ થતાં “વન રે પાન રે એવા સાંકેતિક શબ્દો ઉચ્ચાર કરીને તેના કપડે ગાંઠ વાળી દેતા, તે મનુષ્ય મરણ પામતે નહિ. ત્યાર બાદ વાનરે મહારાજને તાર કે માણસ એકલી ખબર આપતા, તે આવી પહોંચતાં અને સર્પનું ઝેર ઉતારી દેતા. આ રીતે પ્રાચીન જમાનામાં માત્ર પાર્શ્વનાથ પ્રભુનું નામ લેવાથી કે તેમના નામથી ગર્ભિત મંત્રને ઉચ્ચાર કરવાથી સાપનું ઝેર ઉતરી જતું હશે અને તેથી અહીં “વિણ-વિસ–રિના” એવું ખાસ વિશેષણ યોજવામાં આવ્યું હોય, એ ઘણું સંભવિત છે.
૪. સૌરાષ્ટ્ર-લીંબડીમાં બે બ્રાહ્મણ બંધુઓને સર્પનું ઝેર ઉતારવાની વિદ્યા પ્રાપ્ત થઈ હતી અને તેનો મુખ્ય વિધિ પ્રથમ ‘પાન રે પાન રે' બોલીને કપડે ગાંઠ વાળી દેવાનું હતું, એટલે તેઓ “પાન રે મહારાજ” તરીકે ઓળખાયા હતા. તેમણે દશ હજારથી પણ વધારે સપના ઝેર ઉતાર્યા હતાં. અમને તેમની મુલાકાત થયેલી છે.