________________
૧૮૦
ઉવસગ્ગહર સ્તોત્ર અર્થકલ્પલતામાં આત્મસંવેદનીય ” એ ઉપસર્ગને ચોથે પ્રકાર પણ દર્શાવાય છે. “૩ra દિવ્ય-મન-વૈર આSSલ્મનીમેતાવતુર્વિધા અહીં “આત્મસંવેદનીય– શબ્દથી આત્માને અશાતાવેદનીય કર્મના ઉદયથી ભેગવવા પડતાં દુઃખકષ્ટો સમજવાં. તે આત્માને માટે ઉપસર્ગ સમાન છે.
પાઉં (T)-શ્રી પાર્શ્વનામના ત્રેવીસમા તીર્થકરને, શ્રી પાર્શ્વનાથ ભગવાનને.
તેમનો પરિચય પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં વિસ્તારથી અપાયેલે છે.
વંદ્વામિ (રાશિ)-હું વંદું છું, હું વંદન કરું છું.
વદન, પ્રણામ, નમસ્કાર એ એકાથી શબ્દો છે અને તે એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. વંદનની ક્રિયા બે પ્રકારે થાય છે. એક દ્રવ્યથી, બીજી ભાવથી. તેમાં મસ્તક નમાવવું, હાથ જોડવા, ઘૂંટણે પડવું, ભૂમિને સ્પર્શ કરે કે પ્રકટ શબ્દો બોલવા એ દ્રવ્યવંદનની કિયા છે અને અંતરમાં નમસ્કાર્ય પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ-બહુમાનની લાગણી રાખવી, એ ભાવવંદનની ક્યિા છે. આનો અર્થ એમ સમજવાને કે આપણે મસ્તક નમાવીએ, બે હાથ જોડીને અંજલિ કરીએ, ઘૂંટણે પડીને પાંચ અંગ ભેગા કરવાપૂર્વક પંચાંગ પ્રણિપાત કરીએ, કે વચનથી વંવામિ એવો શબ્દ બોલીએ, પણ તેમાં અંતરને વિશુદ્ધ-પવિત્ર ભાવ ભળે નહિ તે તે માત્ર દ્રવ્યવંદનની જ કિયા ગણાય કે જેનું ફલ ભાવવંદનની સરખા