________________
| [ ૧૧ ] સ્તોત્રનું ગાથા પ્રમાણ
આ તેત્રની મૂળગાથાઓ કેટલી?” એ પ્રશ્ન જિજ્ઞાસુઓ તરફથી પૂછાય છે, એટલે તે સંબંધી અહીં સ્પષ્ટતા કરી દઈએ. ગત પ્રકરણમાં જણાવેલ આ સ્તોત્ર પરના સર્વ ટીકાકારેએ આ સ્તોત્રની પાંચ ગાથાઓ પર જ ટીકા કરી છે. વળી શ્રીરાજશેખરસૂરિએ “ચતુર્વિશતિ પ્રબંધમાં જણાવ્યું છે કે “તતઃ પૂર્વગ્ય તૃત્ય ૩વસમાં પાર’ રૂત્યારે સ્તવનથી પશ્ચર્ય સંદર્ધ સુમિ—વળી પૂર્વોમાંથી ઉદ્ધરીને “ઉવસગ્ગહરં પાર્સ' એ શબ્દોથી શરૂ થતું પાંચ ગાથાવાળું સ્તવન ગુરુ વડે રચાયું. તે પરથી પણ આ સ્તોત્રની પાંચ ગાથા હોવાનું નિશ્ચિત થાય છે.
વિક્રમની સેળમી સદીમાં થયેલા શ્રી જિનસૂરમુનિએ. પ્રિયંકરનૃપકથાના પ્રારંભમાં તેને પ્રભાવ વર્ણવતાં જણાવ્યું છે કે –
एकया गाथयाऽप्यस्य, स्तवस्य स्मृतमात्रया। शान्तिः स्यात् किं पुनः पूणे, पञ्चमायाप्रमाणकम् ।।