________________
[ ૮] યંત્રને મહિમા
જેટલા મંત્ર એટલા યંત્ર” એ ઉક્તિ પાડેએ સાંભળી હશે. તેને અર્થ એ છે કે મંત્રની જેમ યંત્રની સંખ્યા પણ ઘણી વિશાલ છે. એક વૃદ્ધ જૈન પંડિતના મુખેથી અમે સાંભળ્યું હતું કે “જૈન ધર્મમાં એક લાખ મંત્ર છે અને એક લાખ યંત્ર છે. આ વાત તેમની પાસે કર્ણોપકર્ણ આવી હતી, એટલે અમે તેની ઊંડાણમાં ઉતર્યા ન હતા, પણ તેમાંથી એટલે સાર તે જરૂર તારવ્યો હતો કે આપણે ત્યાં મંત્રી અને યંત્રો ઘણી મોટી સંખ્યામાં વિદ્યમાન છે અને તે માટે બીજા કોઈ સ્થળે જવું પડે તેમ નથી.
“આટલા બધા યંત્રોની શી જરૂર?” એ પ્રશ્ન અહીં કેઈને પણ ઉઠશે, એટલે જણાવવું જરૂરનું છે કે યંત્રને વિષય મંત્રની સાથે સંકળાયેલું છે અને મંત્રોની સંખ્યા ઘણી વિશાળ છે, તેથી આમ બનવું સહજ છે. વળી રુચિ અને અધિકારભેદને પ્રશ્ન પણ ઉકેલ માગે છે, તેના એગ્ય સમાધાન અર્થે મહાપુરુષોએ આ રીતે વિવિધ યંત્રોની રચના કરી છે