________________
સત્રસિદ્ધિ અંગે ચિત્
૧૪૭
ॐ नमो उवज्झायाणं हीँ नाभि रक्ष रक्ष स्वाहा । ॐ नमो लोए सव्वसाहूणं हूः पादौ रक्ष रक्ष स्वाहा ।
ત્યાર પછી પ્રાણાયામ કરવા જોઈએ, જેથી નાડીતંત્ર સ્થિર થાય અને મંત્રજપ સારી રીતે થઈ શકે. પ્રાણાયામ પૂરક, કુંભક તથા રેચનની ક્રિયા વડે થાય છે અને તે કઈ પણ ગુરુ કે અનુભવી પુરુષ પાસેથી સરળતાથી શીખી શકાય એવા છે. પ્રાણાયામના પ્રારંભ પાંચ કે છ આવૃત્તિથી કરવા અને તેને ધીમે ધીમે સેળ આવૃત્તિ સુધી પહોંચાડવા. તેથી વધારે લાભ થાય છે.
ત્યારબાદ મંત્રજપ ખૂબ સ્વસ્થ ચિત્ત કરવા. એ વખતે જે આસન, માલા તથા મુદ્રાના ઉપયાગ કરવાના હોય, તે પ્રમાણે જ કરવા. અમુક મંત્રી અમુક આસન ગ્રહણ કરવાથી, અમુક રંગની તથા અમુક વસ્તુની માળા ફેરવવાથી તથા અમુક મુદ્રાના ઉપયોગ કરવાથી જ સિદ્ધ થાય છે, એ ભૂલવું નહિ.
મંત્રજપ પૂરો થયા પછી મંત્રની અભાવનારૂપ ધ્યાન ધરવું અને ત્યારબાદ જે પ્રકારના કુંડમાં, જે પ્રકારનાં દ્રવ્યેાના હામ કરવાના હોય તે હામ કરવા. જો હામ ન થઈ શકે તા મંત્રજપને દશમા ભાગ વધારે જપવે.
રાત્રે મંત્રજપ–નિમિત્તે માળા ફેરવી શકાય છે તથા મત્રા નું ધ્યાન ધરી શકાય છે.
એક દિવસ–રાત્રિમાં જેટલેા મંત્રજપ કરવાના હાય, તેટલા પૂરા કરવા જોઇએ. તેમાં ગાબડાં પાડી શકાય નહિ.