________________
૧૧૪
ઉવસગ્ગહરં સ્તોત્ર પછી રાજાએ દેવને ઉદ્દેશીને કહ્યું: “તમે મારા પુત્રને રાજ આપે.” દેવે કહ્યું: “તેનું આયુષ્ય ઘણું ડું છે. વળી તે પ્રજાપ્રિય પણ નથી. હે રાજન્ ! જે આ વાત તારાં ગળે ઉતરતી ન હોય તે ચાર કુમારિકાઓને બેલાવીને તિલક કરાવ. તે કુમારિકાઓ પિતાની મેળે જેને પહેલું તિલક કરે, તેને જ તારે રાજગાદી આપવી.”
સહુએ આ વાત કબૂલ કરી. પછી ચાર કુમારિકાઓને ત્યાં લાવવામાં આવી અને તેમના હાથમાં કંકાવટી આપી કહેવામાં આવ્યું કે “તમે અહીં બેઠેલા સભાજનોને તિલક કરે.” એ ચારે કુમારિકાઓએ પહેલું તિલક પ્રિયંકરને જ કર્યું.
પછી દેવે પુષ્પવૃષ્ટિ કરી અને અશચંદ્ર રાજાએ પિતાના હાથે તેના લલાટે તિલક કર્યું. મંત્રીઓ અને લોકેએ મળી તેને રાજ્યાભિષેક કર્યો.
અશેકચંદ્ર દેવના કહ્યા મુજબ સાતમા દિવસે મરણ પામ્યો. પ્રિયંકર નૃપે તેની પાછળ મહાન ઉત્સવ કર્યો.
[ ૧૦ ] આ રીતે ઉવસગ્ગહરે તેત્રની ગણનાથી પ્રિયંકરને ધન-સંપત્તિ મળી, મનગમતી સ્ત્રીઓ મળી, સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને છેવટે રાજ્ય મળ્યું. - રાજા થયા પછી પ્રિયંકરે દાન-પુણ્યનાં અનેક કાર્યો કર્યા અને તે જોઈને પ્રજા પણ દાનાદિ ધર્મમાં તત્પર થઈ
પછી પ્રિયંકર રાજાએ માતાપિતા સાથે ખૂબ ઠાઠથી