________________
ઉવસગ્ગહરં સ્તોત્રને અજબ પ્રભાવ
૧૧૩ પ્રિયંકર પિતે પણ આ બનાવથી ચક્તિ થઈ ગયે. તે મનમાં જ બે કે “અરેરે! દૈવે આ શું કર્યું? તેણે મારી લાંબા વખતની મેળવેલી પ્રતિષ્ઠાને ચેરીનું કલંક આપી ધૂળ ભેગી કરી. પરંતુ તે વખતે તેને યાદ આવ્યું કે સંકટ, સમયે ઉવસગ્ગહરે તેત્રની ગણના કરવી, એટલે તે મનથી. એની ગણને કરવા લાગ્યા.
રાજાને પેલી જોશીવાળી વાત યાદ આવી, એટલે તેણે પ્રિયંકરને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. પરંતુ મુખ્ય મંત્રી બહુ શાણો હતો. તેણે કહ્યું : “રાજન ! કઈ પણ કામ ઉતાવળથી કરવું એગ્ય નથી. તેનું પરિણામ બૂરું આવે. છે અને તે જીવનપર્યત સાલ્યા કરે છે. હારને ચેર આ પ્રિયંકર હોય એમ માની શકાતું નથી, કારણ કે એની ઉંમર હાલ વિશ વર્ષની જ છે અને આપણો હાર ચોરાયા પણ વીશ વર્ષ થયા, એટલે તેણે આ હાર કેવી રીતે ચે હોય?”
આ સાંભળી રાજા વિચારમાં પડશે કે વાત સાચી છે. એ તો હારને ચેરનાર ન જ હોઈ શકે. તે પછી એ હાર એની પાસે આવ્યે શી રીતે ? એ જાણવું જોઈએ. એ વખતે પ્રિયંકર દેવ કે જે પ્રિયંકરનો મેટો ભાઈ હતો, તેણે અંતરીક્ષમાંથી કહ્યું: “પ્રિયંકર નિર્દોષ છે. એની સતામણી કરનારાના હાલ બૂરા થશે, માટે એને છોડી મૂકો. એ હાર તે મેં જ લીધો હતો અને આજે ઉપરથી મેં જ ફેંકયો છે.”
રાજા તથા સભાજને આ સાંભળી આશ્ચર્યમુગ્ધ બની ગયા. આ ચમત્કાર તેઓ જીંદગીમાં પહેલી જ વાર જોતા હતા. એ જ વખતે પ્રિયંકરને છોડી મૂક્વામાં આવ્યું.