________________
૧૧
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ કઈ કારણ–પ્રસંગે પ્રિયંકરને તે મકાન પાસેથી પસાર થવું પડ્યું. તે વખતે તેણે ઓટલા પર બેઠેલા ચિંતામસ ધનદત્ત શેઠને જોયા, એટલે દયાની સ્વાભાવિક લાગણીથી પૂછ્યું કે હે શેઠ! તમને એવી શી ચિંતા પડી છે કે આવા બાવરા બની ગયા છે?” ત્યારે ધનદત્તે પોતાની બધી હકીકત કહી સંભળાવી. પ્રિયંકરે કહ્યું કે “તેને ઉપાય એક જ છે. તમે રિજ ૧૦૮ વાર ઉવસગ્ગહરે તેત્ર ભણો. એટલે સાત દિવસમાં બધું ઠીક થઈ જશે. ધનદત્ત શેઠે તેમ કર્યું, તે પેલે યંતર ત્યાંથી નાસી ગયે અને તેમને સુખ-શાંતિ થઈ. આથી અતિ પ્રસન્ન થયેલા તે શેઠે પ્રિયંકરને પિતાની શ્રીમતી નામની પુત્રી પરણાવી અને પહેરામણું પણ બહુ સારી કરી. આ રીતે પ્રિયંકરને વસુમતી, સોમવતી અને શ્રીમતી નામની ત્રણ સ્ત્રીઓ થઈ
નગરના મંત્રી હિસંકરને ખબર પડી કે ધનદત્ત શેઠને ત્યાં વ્યંતરના ઉપસર્ગનું નિવારણ પ્રિયંકર નામના એક શ્રેષ્ઠિપુત્રે કર્યું, એટલે તેણે આવીને પ્રિયંકરને કહ્યું : “કૃપા કરીને મારે ત્યાં પધારે અને મારી પુત્રીને કંઈક વળગાડ જેવું જણાય છે, તેનો ઉપાય કરે. તે એક વાર નગર બહાર રમવા ગઈ હતી, ત્યાંથી તેને કંઈક થઈ ગયું છે.'
પ્રિયંકરે તેના ઉપાયમાં ઉવસગ્ગહરે તેત્રની ગણના કરી અને તે અદ્ભુત રીતે સફળ થઈ તેથી મંત્રીએ તે પુત્રીનું પાણિગ્રહણ કરવા માટે પ્રિયંકરને વિનંતિ કરી અને તેનું પાણી ગ્રહણ કરતાં પ્રિયંકર ચેથી સ્ત્રીને સ્વામી થયે.