________________
ઉવસગ્ગહરે તેત્ર
એકદા નમસ્કાર મહામંત્રની ગણના કરીને સૂઈ ગયેલા પ્રિયંકરને સ્વપ્ન આવ્યું કે જાણે તેણે પિતાના આંતરડાથી શહેરને વીંટી લીધું. આ સ્વપ્નને અર્થ પૂછવા તે ત્રિવિકમ નામના ઉપાધ્યાય પાસે ગયે, કારણ કે નિમિત્તવિદ્યામાં તેનું જ્ઞાન શ્રેષ્ઠ હતું. તેણે પ્રિયંકરનું સ્વપ્ન સાંભળીને કહ્યું “હે પ્રિયંકર ! પ્રથમ તું મારી સેમવતી નામની પુત્રીનું પાણીગ્રહણ કર, કારણ કે તે વિવાહને એગ્ય છે. પછી તેને સ્વપ્નનું ફળ કહીશ.”
પ્રિયંકરે કહ્યું: “ઉપાધ્યાયજી ! તમે તે વાત જુદી જ કરી. મેં તમને જે પ્રશ્ન પૂછે છે, તેને જવાબ આપ.”
ઉપાધ્યાયે કહ્યું: “વપ્નનાં ફળને એ જ જવાબ છે. જે પુરુષ ભવિષ્યમાં મહાન રિદ્ધિસિદ્ધિ પામવાને હય, બલકે રાજા થવાને હૈય, તેને જ આવું સ્વપ્ન આવે અને તેથી જ હું મારી પુત્રી તમને પરણાવવા ચાહું છું.”
પ્રિયંકરે એ વાત પિતાના પિતા આગળ મૂકવાની સૂચના કરી અને ઉપાધ્યાયે તેમ કર્યું. એ વાતને સ્વીકાર થતાં પ્રિયંકરનાં સેમવતી સાથે લગ્ન થયાં. આ બધો મહિમા ઉવસગ્ગહરે તેત્રને છે, એ બાબતમાં તેને જરા યે શંકા ન હતી.
એક વાર ધનદત્ત નામના શેઠે નવું મકાન કરાવ્યું હતું, પણ કઈ દુષ્ટ વ્યંતરે તેમાં વાસ કરેલ હેઈને તેને નડતર કર્યા કરતું હતું. તેની ફીકરમાં તે લેવાઈ ગયું હતું. હવે