________________
ઉવસગ્ગહરે તેત્રને અજબ પ્રભાવ
પ્રિયશ્રી તે પુત્રની ખૂબ સારસંભાળ કરવા લાગી, પરંતુ તે એક વરસને થતાં બાળરોગને ભેગ બન્યા અને મરણ પામે. આથી પ્રિયશ્રીને ઘણું દુઃખ થયું. કહ્યું છે કે “સ્ત્રીને આ જગતમાં–ત્રણ આધાર છે. એક પિતાને સ્વામી, બીજો પુત્ર અને ત્રીજે પિતાનો ભાઈ આ આધાર ચાલ્યા જવાથી તેને મહાદુઃખ થાય, એ સ્વાભાવિક છે.
ત્યારબાદ કેટલાય દિવસ પછી પ્રિયશ્રીને એક સ્વપ્ન આવ્યું કે જાણે તે જમીન ખેડી રહી છે અને તેમાંથી એક સુંદર મેલી મળી આવ્યું. આ સ્વપ્નનો અર્થ એમ થતું હતું કે તેને એક સુંદર પુત્ર થશે. અને તે વાત સાચી પડી.. પૂરા દિવસે પ્રિયશ્રીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યું. પાર્શ્વદત્ત શેઠે પિતાની શક્તિ મુજબ તેને ઉત્સવ કર્યો. - પ્રિયથી આ પુત્રને ઘણી કાળજીથી ઉછેરવા લાગી, પરંતુ પહેલા પુત્રનું ભવિષ્ય યાદ આવવાથી તેનું મન પાછું પડી જતું હતું, તેથી તેણે એક વાર પતિને કહ્યું કે “હે. સ્વામિન્ ! આ ગામમાં આપણને ધનપ્રાપ્તિ તે થતી જ નથી અને હવે બીજા જણને ઉમેરે થયે. માટે આપણું મૂળ વતનમાં જ પાછા ચાલે. દાળ-રેટી તે ત્યાં પણ મળી જ રહેશે.”
શેઠે કહ્યું : “પ્રિયે ! તું બહુ શાણી અને સમજુ છે. એટલે તેને વધારે શું કહું? પણ શહેરમાં પૈસા વિના સગાંવહાલાની વચ્ચે રહેવું, તેના કરતાં અજાણ્યાઓની વચ્ચે રહેવું સારું છે.”