________________
શ્રી ગુલઝારીલાલ નંદાને મુંબઈ બોલાવી જાહેરસભામાં લગભગ ૧૭ લાખની કિંમતનું સુવર્ણ અર્પણ કરાવ્યું હતું. તે વખતે મુનિશ્રીએ રાષ્ટ્રના કલ્યાણ માટે જે વિચાર પ્રદર્શિત કર્યા, તેની ભારે તારીફ થઈ હતી. રાજપુરુષોના વાર્તાલાપ વગેરે ?
વિશેષમાં સન્માનનીય શ્રી મોરારજી દેસાઈ શ્રી યશવંતરાવ ચૌહાણ તથા શ્રી ગુલઝારીલાલ નંદા વગેરે રાજપુએ મુનિજી જોડે - વાર્તાલાપ કર્યા છે અને પત્રવ્યવહાર પણ કરેલો છે. મુનિશ્રીએ તેમને રાષ્ટ્રની ઉન્નતિ માટે મહત્ત્વપૂર્ણ સૂચન કરેલાં છે. કેટલીક બેંધપાત્ર પ્રવૃત્તિઓ :
તાજેતરમાં તેમણે શ્રી મહાવીર દેવનાં દેશ-પરદેશના અનેક રાષ્ટ્રના પ્રતિનિધિઓથી પ્રશંસા પામેલાં ૩૫ ચિત્રો અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી નોંધ સાથે પ્રકટ કરવાની જે પેજના કરેલી છે, તેને જેના સંઘે સુંદર ટેકે આપે છે. જૈન ચિત્રકલા નિદર્શન તરફથી તે પ્રગટ થતાં, ભારે આદરપાત્ર બનશે એમ લાગે છે. તથા તેમણે તાજેતરમાં જ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદપૂર્વક “જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર” ની સ્થાપના કરી, તેને પણ આગેવાન જૈનોએ વધાવી લીધેલ છે. - ડભોઈમાં વિ. સં. ૨૦૦૮માં સ્વ. મહોપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગે “શ્રી યશોવિજય સારસ્વત સત્ર” ની અતિ સુંદર ઉજવણી થઈ તેના ઉત્પાદક અને આજક પણ આ મુનિશ્રી જ હતા. પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને સર્વાગી સાથથી એ સત્ર યાદગાર બન્યું હતું. - પાલીતાણાના જૈ જૈન સાહિત્ય મંદિર ” નું આકર્ષક બાંધકામ, પુસ્તકાલયનું પ્રશસ્ત સર્જન, વડોદરાના “શ્રી મુક્તિકમલ જૈન